Lifestyle Follow these tips to keep your shoe rack
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • તમારા શૂ રેક ને ચકાચક રાખવા ફોલો કરો આ Tips

તમારા શૂ રેક ને ચકાચક રાખવા ફોલો કરો આ Tips

 | 3:07 pm IST

તમારા ઘરમાં કેટલીક એવી વસ્તુઓ છે જેને તમારા રોજિંદા જીવનમાં ખૂબ કામ આવે છે. જેથી આપણે એ વસ્તુની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન રાખવું પડે છે. આપણે ઘરની સ્વચ્છતા કરતા સમયે કેટલીક વસ્તુઓને સાફ કરવાનું ભૂલી જઇએ છીએ. તો ક્યારેક એવું પણ થાય છે કે આપણને ખબર હોતી નથી કે કેવી રીતે આ વસ્તુઓને સ્વચ્છ રાખવી. આ નાની મોટી વસ્તુઓમાંથી એક છે તમારા ઘરની બહાર રાખેલું શૂ રેક.. આજે અમે તમને જણાવીશું કે શૂ રેક કેવી રીતે સ્વચ્છ રાખી શકાય..

ધૂળ-માટી વાળી જગ્યામાં ન રાખો
તમે તમારા શૂ રેકને કોઇપણ એવી જગ્યા પર રાખો જ્યાં ધૂળ અને માટી ઓછી આવતી હોય. તેનાથી તમારા જૂતા પણ ઓછા ગંદા થશે અને રેક પણ સ્વચ્છ રહેશે.

ઉધઇથી બચાવો
જો તમારુ શૂ રેક લાકડાનું છે તો તેમા તમે જરૂરથી પોલિશ કરી દો. પોલીશ કરવાથી લાકડાની વસ્તુને તમે ઉધઇથી બચાવી શકો છો.

લોખંડનું શૂ રેક
શૂ રેક લોખંડનું હોય તો તેના પાણીથી સાફ ન કરવું જોઇએ. તેને પાણીથી દૂર રાખવું જોઇએ. જેટલું બને એટલું લોખંડના શૂ રેક પર પાણીનો ઉપયોગ ઓછો કરવો જોઇએ. કારણકે લોખંડના શૂ રેકને પાણી અડવાથી કાટ લાગનો ભય રહે છે.