lifestyle Food How To Make aloo paratha, Follow Easy kitchen tips
  • Home
  • Featured
  • આ ટિપ્સથી બનાવો આલૂ પરાઠા, હોટલને પણ ભૂલી જશો

આ ટિપ્સથી બનાવો આલૂ પરાઠા, હોટલને પણ ભૂલી જશો

 | 4:19 pm IST

ખાસ કરીને લોકો આલું પરાઠા સવારના નાસ્તામાં ટ્રાય કરે છે. આલુ પરાઠાનું નામ સાંભળતાની સાથે જ દરેક લોકોના મોંમાં પાણી આવી જાય છે. જ્યારે ગુજરાતીઓ તેને બટેટાની રોટલી પણ કહે છે. આલૂ પરાઠા નાના લોકોથી લઇને મોટા દરેક લોકોના ફેવરિટ હોય છે. આલુ પરાઠા બનાવવામાં સહેલા હોય છે. પરંતુ અમે તમારા માટે આલુ પરાઠા બનાવવાની કેટલીક ટિપ્સ લઇને આવ્યા છીએ. જે ટિપ્સ તમે અપનાવશો તો આલુ પરાઠાનો સ્વાદ બમણો થઇ જશે.

1) આલુ પરાઠા બનાવતા સમયે બટેટાના મિશ્રણમાં થોડીક કસૂરી મેથી ઉમેરો.

2) જેથી પરાઠાના સ્વાદમાં બમણો વધારો થશે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે.

3) તેમજ બાફેલા બટેટાને મશળીને મિશ્રણ તૈયાર કરો જેથી મિશ્રણ સારુ બનશે.

4) આલુ પરાઠાના મિશ્રણમાં ધાણા પાઉડર અને આંબોળિયાનો પાઉડર મિક્સ કરવાથી તે વધારે ટેસ્ટી લાગે છે.

5) આલુ પરાઠાની રોટલી વણતા સમયે બે રોટલી બનાવો.

6) જેથી એક રોટલીની વચ્ચે મિશ્રણ રાખીને તેની પર બીજી રોટલી મૂકી હળવા હાથથી દબાવી સૂકો લોટ લગાવો.

7) આમ કરવાથી પરાઠા વણતા સમયે સહેલાઇ રહેશે અને પરફેક્ટ બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન