એલ્યુમિનિયમ ફોઇલમાં ભૂલથી પણ ન કરો આ વસ્તુ પેક, થઇ શકે છે નુકસાન - Sandesh
  • Home
  • Lifestyle
  • એલ્યુમિનિયમ ફોઇલમાં ભૂલથી પણ ન કરો આ વસ્તુ પેક, થઇ શકે છે નુકસાન

એલ્યુમિનિયમ ફોઇલમાં ભૂલથી પણ ન કરો આ વસ્તુ પેક, થઇ શકે છે નુકસાન

 | 4:29 pm IST

કેટલાક લોકો બાળકોને એલ્યુમિનિયમ ફોઇલમાં ખાવાનું પેક કરીને આપે છે અને પોતે પણ ખાવાનું તેમા લઇ જાય છે. તેનાથી ખાવાનું નરમ અને મુલાયમ તો રહે છે પરંતુ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. જોકે એલ્યુમિનિયમ ખાવાનાના સંપર્કમાં આવતાની સાથે પ્રતિક્રિયા કરવા લાગે છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. તો આવો જોઇએ કે કઇ કઇ વસ્તુ એલ્યુમિનિયમ ફોઇલમાં પેક ન કરવી જોઇએ.

• વધારે પ્રમાણમાં ગરમ ખાવાનાને એલ્યુમિનિયમ ફોઇલમાં પેક ન કરવું જોઇએ. આમ કરવાથી એલ્યુમિનિયમ ફોઇલ પીગળી જાય છે અને તેને તત્વ ખાવાનામાં મિક્સ થઇ જાય છે. તેનાથી અલ્જાઇમર અને ડિમેંશિયા થાવાની સંભાવના વધી જાય છે.

• એલ્યુમિનિયમ ફોઇલમાં ટામેટા, સિટ્રિક ફળ અને મસાલેદાર વસ્તુઓ પેક કરવાથી દૂર રહો. આ વસ્તુઓ ફોઇલને ખરાબ કરી દે છે. જેથી બેક્ટેરિયા સહેલાઇથી પ્રવેશ કરી શકે છે.

• જો કોઇ વસ્તુને ફ્રીઝમાં રાખવી છે તો એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરી શકો છો. તે સિવાય ઠંડી સેન્ડવિચને તેમા લપેટી શકાય છે.

• ક્યારેય પણ વધેલા ખાવાનાને એલ્યુમિનિયમ ફોઇલમાં પેક ના કરો, સાથે જ માઇક્રોવેવ ઓવનમાં ખાવાનું બનાવતા સમયે તેનો ઉપયોગ ન કરવો જોઇએ.

• તે સિવાય ઘરે ક્યારેય પણ ખાવાનું બનાવવા માટે એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ ન કરો. તેનાથી કિડની અને હાડકાઓને નુકસાન પહોંચી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન