લાંબા સમય સુંધી ફ્રેશ રહેશે લીલી કોથમીર, આ રીતે કરો સ્ટોર - Sandesh
  • Home
  • Lifestyle
  • લાંબા સમય સુંધી ફ્રેશ રહેશે લીલી કોથમીર, આ રીતે કરો સ્ટોર

લાંબા સમય સુંધી ફ્રેશ રહેશે લીલી કોથમીર, આ રીતે કરો સ્ટોર

 | 3:19 pm IST

લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ સારા હોય છે. પરંતુ દર વખથે તાજા શાકભાજી મળવા સહેલા નથી. તે સિવાય રોજ બજારમાં જઇને શાક ખરીદવાનો સમય દરેક લોકો જોડે હોતો નથી. એવામાં ખાસ કરીને લોકો અઠવાડિયાનું શાક સાથે જે લાવીને સ્ટોર કરી લે છે જેમાથી એક છે કોથમીર. જો તેને યોગ્ય સમયે સ્ટોર કરવામાં ન આવે તો કોથમીર જલદી જ ખરાબ થઇ જાય છે. જો શાકને કોથમીરની સાથે ગાર્નિશ કરવામાં આવે તો તેનાથી ભોજનનો સ્વાદ વધવાની સાથે સુંદરતા પણ વધી જાય છે. આજે અમે કેટલાક ઘરેલુ ઉપાય જણાવવા જઇ રહ્યા છીએ જેનાથી કોથમીર લાંબા સમય સુધી તાજી રહી શકે છે.

– કોથમીરને સૂકાઇ જવાથી બચાવવા માટે તેની પાછળની દાંડી તોડીને તેને એક એર ટાઇટ બરણીમાં ભરી લો. આ બરણીમાં થોડૂંક પાણી ઉમેરીને થોડીક હળગર મિક્સ કરી લો. આ પાણીમાં કોથમીરના પાનને અડધો કલાક પલાળીને રાખો.

– તે પછી કોથમીરને સ્વ્છ પાણીથી ધોઇને ટિશૂથી સાફ કરી લો. જેથી પાણી સૂકાઇ જાય. ત્યાર પછી તેને સ્વચ્છ ડબ્બામાં ટિશૂ પેપર મૂકીને કોથમીરના પાનને તેમા રાખો. આમ કરવાથી કોથમીર લાંબા સમય સુધી તાજી રહેશે.

આ વાતનું ખાસ ધ્યાન રાખો
– કોથમીરના પાનમાં પાણી બિલકુલ પણ ન હોવું જોઇએ

– કોથમીરને ફ્રીઝમાં બિલકુલ પણ ન રાખવી

– જે બરણીમાં કોથમીરને સ્ટોર કરી રહ્યા છો તે એરટાઇટ હોવી જોઇએ