Lifestyle From the ant to the mosquitoes, remove them, keep them in the house
  • Home
  • Featured
  • કીડીથી લઇને મચ્છર ભાગશે દૂર, ઘરમાં રાખો આ છોડ

કીડીથી લઇને મચ્છર ભાગશે દૂર, ઘરમાં રાખો આ છોડ

 | 4:06 pm IST

આપણા દેશમાં કદાચ જ કોઇ એવી વાનગી હશે જેમા તજનો ઉપયોગ કરવામાં આવતો નથી. દક્ષિણ ભારતથી લઇને ઉત્તર ભારત સુધી લોકો ખાવનામાં તજના ફ્લેવર પસંદ કરે છે. તેના ગુણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. જ્યારે તજને ઘરમાં રાખવાથી પણ ખૂબ ફાયદો થાય છે. આવો જોઇએ કયા કારણોથી હોમ ગાર્ડનમાં સામેલ કરવો જોઇએ તજનો છોડ.

કીડી
ઘરમાં રાખેલા છોડ અને ફુલો પર કીડીઓ ખૂબ જલદી આવી જાય છે. જેનાથી ધીમે-ધીમે બગીચાની સુંદરતા ખરાબ થવા લાગે છે. જો તમારા બગીચામાં પણ આ પ્રકારની સમસ્યા થઇ છે તો તમે તજનો છોડ લગાવવો જોઇએ. તેનાથી છોડ પણ સુરક્ષિત રહે છે.

ફૂગ
ગાર્ડનમાં ફૂગ થવી એક સામાન્ય વાત છે. તેનાથી છોડના વિકાસ થવામાં અડચણ આવે છે. એવામાં તજનો પાઉડર લઇને ફૂગ વાળી જગ્યા પર છાંટી દો. તેનાથી ફૂગની સમસ્યા દૂર થઇ જાય છે.

મચ્છરોને રાખે દૂર
તજની સુગંધથી મચ્છર દૂર ભાગે છે. બગીચામાં તજનો છોડ હોય તો માખી કે મચ્છર આવતા નથી.