Lifestyle Gujarati Dish dal chawal fights genetic disorder says research university germany
  • Home
  • Featured
  • દુનિયાભરમાં ગુજરાતી ખાણાનો સિક્કો, ખુલાસો થયો કે આ ગુજરાતી ખોરાક જેવું કંઈ બેસ્ટ છે જ નહીં

દુનિયાભરમાં ગુજરાતી ખાણાનો સિક્કો, ખુલાસો થયો કે આ ગુજરાતી ખોરાક જેવું કંઈ બેસ્ટ છે જ નહીં

 | 1:13 pm IST

દાળ અને ભાત ભારતની પ્રખ્યાત વાનગીઓમાંથી એક છે. ભારતના ખાસ કરીને ભાગમાં દાળ-ભાતને ખૂબ પસંદ કરવામાં આવે છે. તેને બનાવવા ખૂબ સહેલા હોય છે અને સમય પણ ઓછો લાગે છે. પરંતુ કેટલાક લોકો તેને બોરિંગ ખાવાનું પણ માને છે. પરંતુ દાળ-ભાતને સૌથી બેસ્ટ આહાર કહેવામાં આવ્યું છે. એક રિસર્ચ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

દુનિયાભરના વૈજ્ઞાનિકોએ પહેલી વખત માન્યું કે દાળ-ભાત અનેક પ્રકારની આનુવંશિક બીમારીઓથી (genetic disorders) લડવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે. જોકે, જર્મનીની લ્યૂબેક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક રિસર્ચ દરમિયાન આ અંગે માલૂમ કર્યું કે દાળ-ભાત જેનેટિક ડિસઓર્ડરને દૂર કરવામાં મદદ કરે છે. આ રિસર્ચમાં યુનિવર્સિટીના પ્રોફેસર રોલ્ફ લુડવિઝના નેતૃત્વમાં ત્રણ વૈજ્ઞાનિક જેમા રશિયાના ડૉ. વોરોવયે, ઇઝરાયલની ડો. તાન્યા શેજિન અને ભારતની ડો. યાસ્કા ગુપ્તા સામેલ છે. શોધકર્તાઓ અનુસાર આ માલૂમ પડ્યું કે માત્ર DNAમાં ગડબડીના કારણે આનુવંશિક બીમારીઓ (genetic disorders) થતી નથી પરંતુ વ્યક્તિનો આહાર પણ મુખ્ય કારણ છે.

આ રિસર્ચ 2 વર્ષ સુધી ઉંદર પર કરવામાં આવ્યો હતો . જે લ્યૂપસ નામની બીમારીથી પીડિત હતા. આ શોધમાં માલૂમ પડ્યું કે લ્યૂપસ નામના ઑટોઇમ્યુન (autoimmune) બીમારી છે. જેનો સીધો સંબંધ DNAથી જોડાયેલો હોય છે ઓટો ઇમ્યૂન બીમારીમાં શરીર અનેક બીમારીઓની ચપટમાં આવી જાય છે. આ શરીરના કોઇપણ અંગમાં થઇ શકે છે. જેમ કે, કિડની, ફેફસા, મગજ અને બ્લડ સેલ્સ સહિતમાં…

શોધ દરમિયાન ઉંદરના એક સમૂહને હાઇ કેલરી જેવા બર્ગર, પિઝા અને બીજા સમૂહને લો કેલરી વાળા જેવા કે સ્ટાર્ચ, સોયાબીન તેલ, દાળ-ભાત અને શાકભાજી આપવામાં આવ્યા. જેનાથી ખબર પડી કે પશ્ચિમી દેશોમાં ખાવામાં આવતા હાઇ કેલરી ફૂડથી ભારતીય ઉપ મહાદ્રીપમાં ખાવામાં આવનાર દાળ-ભાત આનુવંશિક બીમારીઓને પણ ટક્કર આપે છે. દાળ-ભાત કે શાકભાજીમાં ખાસ કરીને હળદરનો ઉપયોગ કરવામાં આવે છે જે આ બીમારીથી લડે છે. હળદરને પ્રાચની કાળથી જ ઔષધી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તેમા રહેલા ઔષધીય ગુણોના કારણે તે અનેક બીમારીઓની દવાનું કામ કરે છે.

દાળમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમા વિટામીન એ, બી 12, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, ફોસ્ફરસ અને અનેક પ્રકારના પોષક તત્વ રહેલા છે. દાળને ભાત સાથે ખાવાથી પૂરેપૂરુ પ્રોટીન મળે છે. દાળમાં અનેક પ્રકારના એમીનો એસિડ રહેલા હોય છે જેથી તેને ભાતની સાથે મિક્સ કરીને ખાવાથી શરીરને ફાયદો પહોંચે છે. આ બન્ને વસ્તુઓના સેવનથી ન માત્ર શરીર સ્વસ્થ રહે છે. પરંતુ આનુવંશિક બીમારીઓથી પણ બચી શકાય છે. વૈજ્ઞાનિકો અનુસાર પિઝા, બર્ગર, અને ફાસ્ટફૂડ ખાવાની જગ્યાએ દાળ-ભાત જેવા લો કેલરી ખાવાનું જ શરીરને સ્વસ્થ રાખે છે અને ગંભીર બીમારીઓથી બચાવે છે.

દાળ -ભાત ખાવાના ફાયદા

– દાળ-ભાતમાં એવા એમીનો એસિડ્સ હોય છે જે ભાતમાં નથી હોતા, એવામાં જ્યારે તમે દાળ અને ભાતને સાથે ખાઓ છો તો તમને આ દરેક પોષક તત્વ મળી જાય છે.
– દાળ ભાત બન્નેમાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. તે એક પાચક વાનગી છે. ફાઇબરની હાજરીથી પાચનક્રિયા યોગ્ય બને છે. જો તમે સફેદ ભાતની જગ્યાએ બ્રાઉન રાઇસનો ઉપયોગ કરો છો તો તે વધારે ફાયદાકારક પણ હોય છે. બ્રાઉન રાઇસમાં સેલેનિયમ, મેંગનીઝ, કોપર, ફોસ્ફરસ અને મેગ્નેશ્યિમ જેવા જરૂરી ક્ષાર મળી આવે છે.
– એવું માનવામાં આવે છે કે ભાત ખાવાથી વજન વધી જાય છે પરંતુ એવું નથી. દાળ-ભાત ખાવાથી વધારે સમય સુધી પેટ ભરેલું હોવાનો અનુભવ થાય છે. જેનાથી આખો દિવસ ખાવાની જરૂરત પડતી નથી અને વધારે કેલરી જમા થઇ શકતી નથી.

આ પણ જુઓ : તુલસીના સેવનથી આ બીમારીઓથી મળશે રાહત, જાણી લો તેના ફાયદા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન