lifestyle happy mothers day 2020 homemade crafts cards gift ideas
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ‘મા તે મા, બીજા બધા વગડાના વા’, મધર્સ ડે પર મમ્મીને આપો આ ગિફ્ટ, થઇ જશે રાજીના રેડ

‘મા તે મા, બીજા બધા વગડાના વા’, મધર્સ ડે પર મમ્મીને આપો આ ગિફ્ટ, થઇ જશે રાજીના રેડ

 | 3:57 pm IST
  • Share

‘મા’ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આપણને સુખી જીવન બનાવવાથી માંડીને અર્થપૂર્ણ બનાવવા સુધીની માતાઓ દર વખતે તેમના બાળકોને સપોર્ટ કરે છે. માતાનું સન્માન કરવું અને માતાને શ્રદ્ધાંજલિ આપવા દર વર્ષે મેના બીજા રવિવારે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે માતા અને તેના બાળક વચ્ચેનો સંબંધ સૌથી મજબૂત હોય છે, અને મધર્સ ડે એ જ પ્રશંસા કરે છે. મધર્સ ડે પર, બાળકો તેમની માતાને સરપ્રાઇઝ આપે છે અને તેમને તેમની પસંદગીની ભેટો આપે છે. પરંતુ આ વર્ષે લોકડાઉનને કારણે કેટલાક બાળકો તેમની માતાની નજીક છે, જ્યારે કેટલાક તેમની માતાથી દૂર છે. ચાલો જાણીએ મધર્સ ડે નિમિત્તે તમે તમારી માતાને શું આપી શકો-

મધર્સ ડે નિમિત્તે, તમે તમારી માતાને જે ખાવાનું પસંદ હોય તે બધી વસ્તુઓ બનાવી શકો છો. તે હંમેશાં તમારા માટે રસોઈ બનાવે છે અને ખવડાવે છ, પરંતુ આ ખાસ પ્રસંગે તમે બનાવો અને ખવડાવો. મમ્મીને સ્પેશ્યિલ ફીલ કરાવવું તમારી પર નિર્ભર કરે છે.

કાર્ડ્સ

જરૂરી નથી કે તમે બજારમાં જે કાર્ડ્સ મળે છે તે જ ભેટો કરો. જો તમે તમારી માતાને પોતાના હાથથી કાર્ડ બનાવીને આપશો તો તે વધુ સારું ગમશે કારણ કે તેનામાં પોતાના હોવાની ભાવના છે. તે કાર્ડમાં, તમે તમારી માતાને લખીને કેટલાક સારા સંદેશા પણ આપી શકો છો. અથવા તમે એવુ કંઇક લખી શકો છો કે જેને તમારે બોલવું છે પણ બોલવું શકતા નથી. તમારી માતાને એવી વસ્તુઓ વિશે કહો કે જે તમે સમયના અભાવે તમે કહી શકતા નથી.

કેક

લોકડાઉનને કારણે બજારમાંથી કેક લેવાનું મુશ્કેલ છે. પરંતુ તમારે નિરાશ થવાની જરૂર નથી. જો તમને કેક બનાવવાની રીત ખબર નથી, તો પછી તમે સોશિયલ મીડિયા દ્વારા કેક બનાવવાની રેસીપી જોઈ શકો છો અને તેને તમારી માતા માટે બનાવી શકો છો અને ઘરે મધર ડેની ઉજવણી પણ કરી શકો છો.

આ પણ જુઓ : કોરોનાના દર્દીઓની ડિસ્ચાર્જ પોલિસીમાં ફેરફાર

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો