આકરા તાપમાં પણ ઘર રહેશે બિલકુલ ઠંડુ, અસરકારક છે આ નુસખા - Sandesh
  • Home
  • Lifestyle
  • આકરા તાપમાં પણ ઘર રહેશે બિલકુલ ઠંડુ, અસરકારક છે આ નુસખા

આકરા તાપમાં પણ ઘર રહેશે બિલકુલ ઠંડુ, અસરકારક છે આ નુસખા

 | 4:24 pm IST

ઉનાળાની શરૂઆત થતા દરેક લોકો ગરમીથી રાહત મેળવવા માટે કેટલાક ઉપાય કરે છે. જેથી ગરમીમાં રાહત મળી શકે. વધતી જતી ગરમીને કારણે લોકો બહાર નીકળવાનું પસંદ કરતા નથી. તો કેટલાક લોકોને ઘરમાં પણ ખૂબ ગરમી લાગે છે. પરંતુ ઘરમાં ગરમીથી રાહત મેળવવા માટે લોકો કોઇને કોઇ ઉપાય શોધી લે છે. તો કેટલાક ઉપાય એવા છે જે સહેલાઇથી તમે કરી શકો છો અને તમારા ઘરમાં ઠંડક લાગી શકે છે.

એલ્યુમીનિયમની પાતળી ચાદર, કંતાનના કોથળા અને થર્મોકોલ શીટ તમે તમારી છત પર પાથરી શકો છો. આમ કરવાથી ગરમીથી ખૂબ રાહત મળી શકે છે. કારણકે એલ્યુમિનિયમની પાતળી ચાદર પર જ્યારે તડકો પડશે તો તે તડકાથી લાગી રહેલી ગરમીને છત સુધી પહોંચવા દેશે નહીં. એલ્યુમીનિયમની ચાદર તડકાના કિરણોને વાતવરણમાં બદલાવ આવે છે. જેના કારણે તમારી છત ઠંડી રહેશે અને તમે શાંતિથી આરામ કરી શકો છો.

એલ્યુમીનિયમ અને થર્મોકલો શીટ તમારા વિસ્તારમાં સહેલાઇથી મળી શકે છે. એક ઇંચ પાતળી ચાદર લો તે સારુ કામ કરશે. જે ઘરમાં તમે રહો છો તેની છત પર એલ્યુમીનિયમની ચાદર પાથરી દો અને તેની પર થર્મોકોલની શીટ પણ રાખો. તે જગ્યા પર કંતાનના કોથળા પણ પાથરી દો. ધ્યાન રહે હવા જવા માટે ક્યાંય જગ્યા ખાલી ન રહી જાય.

તે સિવાય આ ઉપાય ટ્રેન, બસ અને કારમાં ગરમીથી બચવા માટે પણ કરવામાં આવે છે. ટ્રેનના કંપાર્ટમેન્ટમાં સિલ્વર કલર એટલા માટે કરવામાં આવે છે કારણકે તે ગરમીને ઓછી કરે છે. તમે પણ આ રીતે ઉપયોગ કરી શકો છો અને ગરમીથી છૂટકારો મેળવી શકો છો.