હવે ઘરે જ બનાવો Floor Cleaner, ચમકી જશે ટાઇલ્સ - Sandesh
  • Home
  • Lifestyle
  • હવે ઘરે જ બનાવો Floor Cleaner, ચમકી જશે ટાઇલ્સ

હવે ઘરે જ બનાવો Floor Cleaner, ચમકી જશે ટાઇલ્સ

 | 4:05 pm IST

ઘરને ત્યાં સુધી સુંદર ન બતાની શકાય, જ્યાં સુધી તેની યોગ્ય રીતે સ્વચ્છતા કરવામાં ન આવી હોય. આજકાલ ખાસ કરીને ઘરમાં ટાઇલ્સ હોય છે. જેને સાફ કરવા મહિલાઓ માટે કોઇ ટાસ્કથી કરતા વધારે હોતું હોય છે. તે સિવાય કેટલીક વખત ટાઇલ્સ પર ચા પડી જવા પર તેના દાઘ નીકળતા નથી જેનાથી ટાઇલ્સ ગંદા લાગવા લાગે છે. તેને સાફ કરવા માટે તમે મોંઘા ક્લીનરનો ઉપયોગ કરો છો. પરંતુ કેટલાક ઘરેલું ઉપાય અજમાવીને તમે પણ ઘરના ટાઇલ્સને યોગ્ય રીતે સાફ કરી શકો છો. આજે અમે તમને કેટલાક ઘરેલું ફ્લોર ક્લીનર અંગે જણાવીશું.. જે ઘરના ટાઇલ્સની ચમકાવવામાં મદદ કરે છે.

બેકિંગ સોડા
જો તમે પણ ઘરના ટાઇલ્સ પર ચિકણા અને તિરાડ જેવા ડાઘ પડી ગયા છે તો તમે તેને સહેલાઇથી નીકાળવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. જેના માટે તમે બેકિંગ સોડાને ટાઇલ્સ પર છાંટીને રાખી મૂકો. ત્યાર પછી કપડાને ગરમ પાણીમાં પલાળીને તેનાથી ટાઇલ્સને સાફ કરી લો.

વિનેગર
જેના માટે અડધો કપ સફેદ વિનેગર અને એક લીંબુના રસને એક ડોલ પાણીમાં મિક્સ કરી લો. તે પછી તેનાથી ઘરના ટાઇલ્સની સ્વચ્છતા કરો. જેનાથી તમારા ટાઇલ્સ ચમકવા લાગશે.

ઓલિવ ઓઇલ
ઓલિવ ઓઇલ અને વિનેગરને મિકસ કરીને તમારા ઘરની સફાઇ કરી શકો છો. જે તમારા ઘરના ટાઇલ્સને નવા જેવા ચમકાવી દેશે અને તેનાથી ટાઇલ્સના ડાઘ-ધબ્બા સહેલાઇથી સાફ કરી શકાશે.

વાસણ ધોવાનો સાબુ
ટાઇલ્સ સાફ કરવા માટે લિક્વિડ ડિશ સોપ, ગરમ પાણી, લીંબુનો રસ તથા વિનેગરને બરાબર મિક્સ કરી લો. હવે એક કાપડને તેમા પલાળીને તેનાથી ટાઇલ્સની સફાઇ કરો. જેથી તમારા ઘરના ટાઇલ્સ એકદમ નવા લાગશે.

ચા પત્તી
વુડન ફ્લોરને સાફ કરવા માટે તમે ચા પત્તીનો ઉપયોગ કરી શકો છો. તે સિવાય ચા પત્તીને ઉકાળીને તેને ઠંડું કરી લો. ત્યાર પછી તેમાં નરમ કપડું પલાળીને ટાઇલ્સને સાફ કરી લો. તેનાથી ટાઇલ્સ પર એકઠી થઇ ગયેલી ધૂળ-માટી સહેલાઇથી સાફ થઇ જશે.