મિનિટોમાં દૂર થશે દુર્ગંધ, આ હોમમેડ ક્લિનરથી સાફ કરો ટોયલેટ - Sandesh
  • Home
  • Featured
  • મિનિટોમાં દૂર થશે દુર્ગંધ, આ હોમમેડ ક્લિનરથી સાફ કરો ટોયલેટ

મિનિટોમાં દૂર થશે દુર્ગંધ, આ હોમમેડ ક્લિનરથી સાફ કરો ટોયલેટ

 | 2:50 pm IST

સવારે ઉઠ્યા પછી દરેક લોકો ફ્રેશ થવા માટે ટોયલેટમાં જાય છે. ટોયલેટ ઘરની એક એવી જગ્યા છે જે જેટલી સ્વસ્છ હશે એટલી જ બીમારીઓ દૂર રહેશે. ટોયલેટને સાફ કરવા માટે મોંઘા ટોયલેટ ક્લીનનો ઉપયોગ કરે છે. પરંતુ હવે બજારમાં મળતા આ ટોયલેટ ક્લીનનો ઉપયોગ કરવાની જરૂરિયાત નથી. આજે અમે તમને એક એવુ ક્લીનર બનવવા શીખવાડીશું, જેનાથી તમે તમારા ટોયલેટને પૂર્ણ રીતે ક્લીન કરી શકો છો. ત્યાર પછી મોંઘા ટોયલેટ ક્લીનરની જરૂરત પડશે નહીં. તો આવો જોઇએ ટોયલેટ ક્લીનર બનાવવાની રીત..

સામગ્રી
200 ગ્રામ – બેકિંગ સોડા
100 ગ્રામ – લીંબુના ફુલનો પાઉડર
1 મોટી ચમચી – ડિશવોશ જેલ

બનાવવાની રીત
સૌ પ્રથમ એક મોટા બાઉલમાં બેકિંગ સોડા અને લીંબુના ફુલનો પાઉડર ઉમેરીને બન્નેને બરાબર મિક્સ કરી લો. ત્યાર પછી તેમાં થોડૂંક ડિશવોશ જેલ ઉમેરીને યોગ્ય રીતે મિક્સ કર્યા પછી તેને સૂકાવવા માટે રાખી દો. જ્યારે તે સૂકાઇને તો તેને આઇસ્ક્રીમ જમાવવાની ટ્રેમાં 6 કલાક માટે રાખી મૂકો. તેને કોઇ વસ્તુથી દબાવી દો જેથી તે બરાબર સેટ થઇ જાય. હવે તેને ટોયલેટના કમોડમાં ઉમેરીને ફ્લશ કરી દો. ટોયલેટ સાફ થઇ જશે અને ચમકવા લાગશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન