દિવાલ પરની કાળાશને ઝટપટ દૂર કરવા અજમાવો આ ઘરગથ્થુ ઉપાય - Sandesh
NIFTY 10,626.05 +62.00  |  SENSEX 34,589.78 +174.20  |  USD 66.2750 +0.16
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • દિવાલ પરની કાળાશને ઝટપટ દૂર કરવા અજમાવો આ ઘરગથ્થુ ઉપાય

દિવાલ પરની કાળાશને ઝટપટ દૂર કરવા અજમાવો આ ઘરગથ્થુ ઉપાય

 | 6:35 pm IST

ઘરને સાફ રાખવું ખૂબ જરૂરી છે.પરંતુ અનેકવાર ભેજના કારણે દીવાલ પર ફૂગ જમા થવા લાગે છે. જેનાથી ઘરમાં વાસ આવવાની શરૂ થઇ જાય છે અને ઘરની સુંદરતાને પણ ખરાબ કરી દે છે. આ પરેશાનીને દૂર કરવું સહેલું કામ નથી પરંતુ અનેક ઘરેલુ નુસ્ખાથી આ મુશ્કેલીથી છૂટકારો મેળવી શકાય છે.

  • વિનેગર ભેજના કારણે થતી ફૂગને દૂર કરવાનો સૌથી ઉત્તમ ઉપાય છે. તે 82 ટકા સુધી ભેજના જંતુઓને મારી નાંખે છે. તે સિવાય કેમિકલ યુક્ત ક્લિનરથી વિનેગર વધારે સુરક્ષિત પણ હોય છે. પાણી અને વિનેગરને સરખા પ્રમાણમાં મિક્સ કરીને સ્પ્રે બોટલમાં ભરી લો. તે બાદ આ ફૂગને દીવાવ પર સ્પ્રે કરો અને 1 કલાક માટે રહેલા દો. તે બાદ તેને કપડાથી સાફ કરી દો. થોડાક દિવસ બાદ પ્રક્રિયાને ફરીથી કરો. જેથી ફૂગની સમસ્યાથી છૂટકારો મળી શકે છે.
  • હાઇડ્રોડન પેરોક્સાઇડ એન્ટી ફૂગ, એન્ટી-બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે. તેને કપડા, દીવાલ, જમીન, બાથરૂમ સહિતની ફૂગ દૂર કરવાનું કામ કરે છે. જેનાથી દિવાલોનો રંગ પણ ખરાબ થશે નહી. સ્પ્રે બોટલમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ એડ કરો અને 10 મિનિટ બાદલ તેને સાફ કરો. જેથી ફૂગથી છૂટકારો મળી શકે છે.
  • દિવાલોને ડિટર્જન્ટની મદદથી પણ સાફ કરી શકાય છે. પાણીમાં ડિટર્જન્ટ મિક્સ કરીને કાપડથી સાફ કરવાથી ફૂગ ઝડપથી દૂર થશે.
  • રસોઇમાં ઉપયોગ કરવામાં આવતો બેકિંગ સોડા સાફ-સફાઇમાં પણ ખૂબ કામ આવી શકે છે. સ્પ્રે બોટલમાં પાણી મિક્સ કરી 1/4 ચમચી બેકિંગ સોડા મિક્સ કરો. તેને દીવાલ પર સ્પ્રે કરો અને બ્રશની મદદથી સાફ કરો.
  • એક સ્પ્રે બોટલમાં 1 કપ પાણી અને એક ચમચી ટી ટ્રી ઓઇલ મિક્સ કરો. દીવાલ પર ફૂગ વાળી જગ્યા પર સ્પ્રે કરો. તે બાદ તેને સૂકાવા દો. ત્યારબાદ તેને સાફ કપડાંથી સાફ કરી દો. ફૂગની સમસ્યાથી છૂટકારો મળશે.