lifestyle How is the paneer real or fake? One Click to Learn
  • Home
  • Featured
  • પનીર અસલી છે કે નકલી, જાણવા માટે કરો એક ક્લિક

પનીર અસલી છે કે નકલી, જાણવા માટે કરો એક ક્લિક

 | 3:09 pm IST

પ્રોટીન અને કેલ્શ્યિમથી ભરપૂર પનીર સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદા કારક હોય છે. પરંતુ પનીરની વધતી ડિમાન્ડથી પણ મિલાવટ કરવામાં આવે છે. એવામાં પનીરની શુદ્ધતા અંગે જાણકારી હોવી ખૂબ જરૂરી છે. જેથી તમે પનીરનો સ્વાદ લેવાની સાથે તેનાથી સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખી શકો છો. જેથી તમારા સ્વાસ્થ્યને કોઇ નુકસાન ન થાય. તો આવો જોઇએ પનીર અસલી કે નકલી તેની ઓળખ કેવી રીતે કરી શકાય.

પનીર અસલી છે કે નકલી, આ રીતે ઓળખો?

– પનીરનો એક ટૂકડો હાથમાં મશળીને જુઓ, જો પનીર તૂટીને છૂટુ પડવા લાગે છે તો પનીર નકલી છે. કારણકે તેમા રહેલા સ્કીમ્ડ મિલ્ક પાવડર વધારે દબાણ સહન કરી શકતું નથી. જેથી તેને મશળવા પર તે છૂટુ પડી જાય છે.

– પનીરને પાણીમાં ઉકાળીને ઠંડુ કરી લો. હવે તેની પર થોડાક ટીંપા આયોડીન ટિંચર (iodine tincture) નાખો. આમ કરવા પર જો પનીરનો રંગ બદલાઇ જાય છે એટલે આછો વાદળી થવા લાગે છે તો તે નકલી છે અને તેને ન ખાવું જોઇએ.

– અસલી પનીર ટાઇટ હોતું નથી. જ્યારે નકલી પનીર ટાઇટ હોય છે અને ખાતા સમયે રબરની જેમ ખેંચાવા લાગે છે. હવે તમે સમજી ગયા હશો કે ઘણી વખત પનીરને ચાવવું તમારા દાંત માટે મુશ્કેલ કેમ બની જાય છે.

– તમને ખબર હશે કે નરમ અને મોંમાં પીગળી જનારું પનીર પણ મિલાવટ બાદ કઠણ થઇ શકે છે અને રબરની જેમ ખેંચાઇ પણ શકે છે. જેથી પનીર ખરીદતા સમયે અને ખાતા સમયે તેની ક્વોલિટી પર જરૂર ધ્યાન રાખો.

આ વીડિયો પણ જુઓ – તહેવાર ટાણે મોંઘવારી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન