Lifestyle how to care wooden furniture tips
  • Home
  • Featured
  • લાકડાના ફર્નિચરમાંથી ઉધઇ થઇ જશે છૂમંતર, કરો આ સહેલા ઉપચાર

લાકડાના ફર્નિચરમાંથી ઉધઇ થઇ જશે છૂમંતર, કરો આ સહેલા ઉપચાર

 | 2:56 pm IST

લાકડાનું ફર્નીચર ઘરના ઇન્ટીરિયરમાં ખાસ માનવામાં આવે છે. જે જોવામાં જેટલું સારુ લાગે છે એટલું જ ટકાઉ અને કંફર્ટેબલ પણ હોય છે. પરંતુ તેની સમયસર સાચવણી કરવામાં ન આવે તો તેમા ઉધઇ લાગી જાય છે. ઉધઇ લાકડાની અંદર જઇને લાકડાને ખોખલું કરી દે છે અને તેનાથી અન્ય ફર્નીચરમાં પણ ઉધઇ લાગી જાય છે.

ઉધઇને કંટ્રોલ કરવું ખૂબ જરૂરી છે. પરંતુ તેની યોગ્ય રીતે સાચવણી કરવામાં ન આવે તો તે અન્ય લાકડાનો સામાન પણ ખરાબ થવા લાગે છે. તેને ભેજથી બચાવવું ખૂબ જરૂરી છે. આવો જોઇએ ઉધઇથી કેવી રીતે લાકડાના ફર્નિચરને બચાવી શકાય.

– લાકડાના ફર્નિચરને મહિનામાં એક વખત તડકામાં રાખવું જોઇએ. ભેજના કારણે તેમા ઉધઇ જલદી ફેલાઇ જાય છે.

– લાકડાના ફર્નિચરને અઠવાડિયામાં એક વખત લીમડાના તેલથી સાફ કરોય તેનાથી ઉધઇ મરી જાય છે અને તે ફરીથી થતી નથી.

– સફેદ વિનેગરને ઉધઇ લાગેલા ફર્નિચર પર છાંટી દો. તેનાથી ઉધઇ ગાયબ થઇ જશે.

– ઉધઇ લાગેલા ફર્નિચરની પાસે ભીનું લાકડું રાખી દો. જેથી ઉધઇની દરેક કીડા ભીના લાકડામાં જતા રહેશે.

– બોરેક્સ કે સોડિયમ બોરેટને ઉધઇ હોય તેની પર છાંટી દો જેથી ઉધઇથી છૂટકારો મળી શકે છે.