બળી ગયેલા વાસણને નવા બનાવવા ફોલો કરો આ Tips - Sandesh
NIFTY 10,809.85 -46.85  |  SENSEX 35,614.82 +-124.34  |  USD 67.6125 -0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • બળી ગયેલા વાસણને નવા બનાવવા ફોલો કરો આ Tips

બળી ગયેલા વાસણને નવા બનાવવા ફોલો કરો આ Tips

 | 1:51 pm IST

જો તમે ભોજનમાં કઇ વસ્તુ બનાવો છો અને તમારું ધ્યાન નથી રહેતું તો તમારા વાસણ બળી જાય છે. બળી ગયેલા વાસણનો ફરીથી ઉપયોગ કરવાનું મન કરતું નથી. પરંતુ આટલા મોંઘા વાસણને ફેંકી શકાય પણ નહીં. જેનુ કારણ છે કે તેને સાફ કરવા માટે મોંઘામાં-મોંઘા ડિટર્જન્ટનો ઉપયોગ કરે છે. પરંતુ તેનાથી કોઇ ફાયદો થતો નથી. એવામાં કેટલીક ઘરેલું વસ્તુના ઉપયોગથી તમે બળી ગયેલા વાસણને પહેલાની જેમ બનાવી શકો છો. તો આવો જોઇએ તે કઇ ઘરેલું વસ્તુઓ છે જેનાથી વાસણને ચમકાવી શકાય છે.

બેકિંગ સોડા
બળી ગયેલા વાસણને સાફ કરવા માટે એક ચમચી બેકિંગ સોડામાં બે ચમચી લીંબુનો રસ અને 2 કપ ગરમ પાણી મિકસ કરી લો. તે પછી આ પાણીથી વાસણને બરાબર રગડી લો. આમ કરવાથી બળી ગયેલા વાસણ એકદમ સાફ થઇ જશે.

લીંબુનો રસ
લીંબુથી સહેલાઇથી બળી ગયેલાને સાફ કરી શકાય છે. સૌ પ્રથમ એક કાચૂ લીંબુ લો તેને વાસણની સાઇડ પર લગાવી લો. ત્યાર પછી ત્રણ કપ ગરમ પાણી ઉમેરો. હવે બ્રશથી બળી ગયેલા વાસણને સાફ કરો. થોડીક મિનિટમાં વાસણ સાફ થઇ જશે.

મીઠું
બળી ગયેલા વાસણને સાફ કરવા માટે પાણીમાં મીઠું ઉમેરીને મિક્સ કરી લો. હવે તેને બળી ગયેલા વાસણમાં 4 મિનિટ સુધી ઉકાળી લો. ત્યાર પછી બ્રશની મદદથી તેને રગડી લો. ડાઘ સાફ થઇ જશે.

ટામેટા
ટામેટાના રસથી પણ બળી ગયેલા વાસણને સાફ કરી શકાય છે. એક વાસણમાં ટામેટાનો રસ ઉમેરીને ગરમ કરી લો. ત્યાર પછી તેને સાફ કરો. તમે ઇચ્છો તો તેમા મીઠું પણ ઉમેરી શકો છો.

ડુંગળી
ડુંગળીનો એક નાનો ટૂકડો લો. હવે તેને બળી ગયેલા વાસણમાં ઉમેરો અને તેમા પાણી મિક્સ કરીને ઉકાળી લો. થોડીક વારમાં બળી ગયેલા વાસણના નિશાન ગાયબ થઇ જશે.