lifestyle How To clean Freeze, Follow Easy Tips
  • Home
  • Featured
  • સરળ પદ્ધતિ દ્વારા ફ્રીજની સફાઈ કરો, આ વાતોનું રાખો ધ્યાન

સરળ પદ્ધતિ દ્વારા ફ્રીજની સફાઈ કરો, આ વાતોનું રાખો ધ્યાન

 | 3:45 am IST

કિચન ટિપ્સ :- ઉષ્મા ભરૂચા

અત્યારે મહિલાઓ ફ્રીજનો ઉપયોગ ફક્ત પાણી ઠંડું કરવા જ નહીં. પરંતુ ફળો-શાકભાજી તથા રાંધેલા ખોરાકને સાચવવા માટે વધારે કરે છે. ઘણી વખત તો ફ્રીજમાંથી અમુક પ્રકારની સ્મેલ પણ આવે છે. જે રીતે આપણે ઘરની અને કિચનની સફાઈ કરીએ છીએ તે જ રીતે મહિનામાં બે વખત ફ્રીજની સફાઈ કરવી પણ જરૂરી છે. ઘણી મહિલાઓ ફક્ત કપડાંથી ફ્રીજ લૂછી લે છે. તેઓને ફ્રીજ સાફ કેવી રીતે કરવું તે ખબર જ નથી. તો આવો ફ્રીજ સાફ કરવાની સરળ પદ્ધતિ વિશે જાણીએ.

  • સૌ પ્રથમ ફ્રીજમાં રહેલા ફળો- શાકભાજી તથા અન્ય સામાનને બહાર કાઢી લો. જેથી સફાઈ કરવામાં સરળતા રહે.
  • ફ્રીજને ખાલી કર્યા બાદ તેને ડિ-ફ્રોસ્ટ કરી લો.
  • ફ્રીજની નીચેની બાજુ પેપર કે કપડું પાથરો, જેથી બરફ પીગળવાથી જે પાણી નીકળે તે પેપર દ્વારા શોષાઈ જશે.
  • ઘણી વખત ફ્રીજની સફાઈ કરવામાં આવે તેમ છતાં ફ્રીજમાં રહેલી સ્મેલ દૂર થતી નથી. જો તમે ફ્રીજમાં રહેલી સ્મેલ દૂર કરવા ઇચ્છો છો. તો લીંબુ કે બેકિંગ સોડાથી ફ્રીજ સાફ કરો. આમ કરવાથી ફ્રીજમાંથી આવતી સ્મેલ તરત જ દૂર થશે.
  • ફ્રીજની અંદર સફાઈ કરવા માટે પહેલા એક બાઉલમાં હુંફાળું પાણી લો, તેમાં મીઠું મિક્સ કરી લો. આ પાણીમાં કપડાંની મદદથી ફ્રીજની અંદરની તરફ લૂછી લો. ત્યાર બાદ ફ્રીજને થોડી વાર સુધી ખૂલ્લું રહેવા દો.

ફ્રીજમાં જરૂરી સામાન જ રાખો

ઘણી મહિલાઓને ટેવ હોય છે, કે કોઈપણ શાકભાજી ઘણાં દિવસો સુધી ફ્રીજમાં રાખી મૂકે છે, તથા કાપેલા ફ્રૂટ પણ ફ્રીજમાં રાખે છે. તો આમ ન કરવું જોઈએ કારણ કે ફ્રૂટ તથા લાંબા સમયથી રાખેલી શાકભાજીની સ્મેલ ફ્રીજમાં રહી જતી હોય છે.

  • આ ઉપરાંત ફ્રીજમાં કોઈપણ ખોરાક ખુલ્લો ન રાખવો. દૂધ, શાક, કે અન્ય રાંધેલો ખોરાક ફ્રીજમાં રાખો તો તેને ઢાંકીને જ મૂકો.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન