ગેસ-સ્ટવને ચમકાવવા અજમાવો આ સહેલા ઉપાય - Sandesh
  • Home
  • Lifestyle
  • ગેસ-સ્ટવને ચમકાવવા અજમાવો આ સહેલા ઉપાય

ગેસ-સ્ટવને ચમકાવવા અજમાવો આ સહેલા ઉપાય

 | 3:44 pm IST

રસોઇમાં કામ કરતા સમયે મહિલાઓ સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખે છે. કારણકે જો રસોડું સાફ ન હોય તો તેની અસર પરિવારના સ્વાસ્થ્ય પર પણ પડે છે. પરંતુ મહિલાઓ ગેસની યોગ્ય રીતે સફાઇ કરી શકતી નથી. કેટલીક મહિલાઓ માટે ગેસને ચમકાવવો મુશ્કેલીનું કામ બની જાય છે. પરંચુ તમે તેને સહેલાઇથી સાફ કરી શકો છો. આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ આપીશું જેનાથી તમને ગેસ સાફ કરવામાં કોઇ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. આ ટિપ્સ અપનાવીને તમે કાળા પડી ગયેલા બર્નરને કોઇપણ મજૂરી કર્યા વગર સાફ કરી શકશો. તો ચાલો જોઇએ તેને સાફ કરવાના કેટલાક સહેલા અને અસરકારક ઉપાય..

– ગેસને યોગ્ય રીતે સાફ કરીને તેની પર બેકિંગ સોડા છાંટી દો અને તેની પર હાઇડ્રોજન પેરોક્સાઇડ ઉમેરી લો. તેને થોડીક વાર માટે એમ જ રહેવા દો. ત્યાર પછી તેને કોઇ કાપડ વડે સાફ કરી લો. તેનાથી સ્ટવ લાગેલા જીદ્દી ડાઘ સાફ થઇ જશે.

– ગેસને સાફ કરવા માટે તમે તમેન પર ઉકળેલુ ગરમ પાણી પણ ઉમેરી શકો છો. તેને થોડીક વાર રહેવા દો અને ત્યાર પછી તેને સ્ટીલ વૂલથી ગેસને સાફ કરો તેનાથી ગંદકી અને તેલના ડાઘ સહેલાઇથી નીકળી જશે.

– એક નાના વાસણમાં બેકિંગ સોડા અને સાબુને સરખા પ્રમાણમાં ઉમેરીને મિક્સ કરી લો. તેમા સ્પંજને ડૂબાડીને ગેસને બરાબર સાફ કરી લો. તેનાથી તમારો ગેસ સ્ટવ સહેલાઇથી સાફ થઇ જશે.

– એક ચમચી પાણી, બેકિંગ સોડા અને મીઠુ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો ત્યાર પછી તેને એક કાપડ કે સ્પંજ ઉમેરો અને તેનાથી સ્ટવની સફાઇ કરો. જેનાથી ગેસ પરના જીદ્દીમાં જીદ્દી ડાઘ પણ સહેલાઇથી દૂર થઇ જશે.

– એક બોટલમાં વિનેગર અને પાણી ઉમેરીને એક સ્પ્રે બોટલમાં ભરી દો. ત્યાર પછી તેને ગેસ પર છાંટી દો અને થોડીક વાર તેને રહેવા દો. હવે તેને સ્પંજની મદદથી સ્ટવને સહેલાઇથી સાફ કરી શકો છો. આમ કરવાથી ગેસ ચમકી જશે.