ગંદા અરીસાને ચમકાવી દેશે આ સસ્તી અને સહેલી ટિપ્સ - Sandesh
  • Home
  • Lifestyle
  • ગંદા અરીસાને ચમકાવી દેશે આ સસ્તી અને સહેલી ટિપ્સ

ગંદા અરીસાને ચમકાવી દેશે આ સસ્તી અને સહેલી ટિપ્સ

 | 3:03 pm IST

ઘરમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવા છતાં પણ કોઇને કોઇ વસ્તુ ગંદી રહી જ જાય છે. જેમાથી એક છે કાચ અને આઇનો. જેની પર ધૂળ-માટી ખૂબ જ જલદી જામ થઇ જાય છે. જે દેખાવમાં ખરાબ લાગે છે. કેટલીક વખત તેની પર લાગેલા ડાઘ-ધબ્બાને સહેલાઇથી સાફ કરવા પણ મુશ્કેલ થઇ જાય છે. લોકો તેના માટે અનેક પ્રકારના કેમિકલ્સનો ઉપયોગ કરો છો. પરંતુ આજે અમે તમને કેટલાક સહેલા અને સસ્તા ટિપ્સ જણાવીશું. જેનાછી તમે ઓછા સમયમાં અને સહેલાઇથી કાચને તેમજ આઇનાને સાફ કરી શકો છો.

  • બેકિંગ સોડાનો ભોજન સિવાય સાફ-સફાઇમાં પણ ઉપયોગ કરી શકાય છે. કાચને સાફ કરવા માટે બેકિંગ સોડામાં પાણી ઉમેરી તેને સ્પ્રે બોટલમાં ભરી લો. ત્યાર પછી કાચ પર સ્પ્રે કરીને મુલાયમ કપડાની મદદથી તેને સાફ કરો. આમ કરવાથી કાચ તેમજ આઇના ચમકી જશે.
  • વિનેગરમાં રહેલા સિટ્રિક એસિડ ક્લીનિંગનું કામ સહેલાઇથી કરે છે. કાચ પર જમા થયેલી ગંદકીને સાફ કરવા માટે સાફ મુલાયમ કપડા પર થોડૂક વિનેગર લગાવીને તેને કાચ પર રગડો. જેથી કાચ પર એકઠી થયેલી ધૂળ અને માટે સહેલાઇથી દૂર થઇ જશે.
  • ભોજનમાં મીઠાના સ્વાદ વગર ભોજન અધૂરુ છે તેમજ મીઠું સાફ- સફાઇ માટે પણ ખૂબ અસરકારક છે. પાણીમાં થોડૂક મીઠું મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરી લો. હવે આ મિશ્રણની મદદથી કાચ અને આઇનો સાફ કરો. જેનાથી તેના પરના દરેક ડાઘ-ધબ્બા દૂર થાય છે.