મિનિટોમાં દૂર થશે અરીસા પરના ડાઘ-ધબ્બા, અજમાવો આ નુસખા - Sandesh
  • Home
  • Lifestyle
  • મિનિટોમાં દૂર થશે અરીસા પરના ડાઘ-ધબ્બા, અજમાવો આ નુસખા

મિનિટોમાં દૂર થશે અરીસા પરના ડાઘ-ધબ્બા, અજમાવો આ નુસખા

 | 2:17 pm IST

ઘરમાં સ્વચ્છતા રાખવા છતાં પણ કોઇને કોઇ વસ્તુ ગંદી રહી જ જાય છે. જેમાથી એક છે અરીસો… તેની પર પડેલા નિશાન જોવામાં ખૂબ ગંદા લાગે છે. કેટલીક વખત આ નિશાન જીદ્દી હોય છે જે પાણીથી સાફ કરવા પર પણ દૂર થતા નથી. સાથે જ તમને ખબર હોવી જોઇએ કે સર્ફ અને ક્લીનિંગ સોલ્યુશનથી વારંવાર કાચ સાફ કરવાથી તેમા નિશાન પડી જાય છે. એવામાં મોંઘા કેમિકલ્સ યુક્ત ચીજ વસ્તુના ઉપયોગથી અરીસો સાફ કરવા કરતા ઘરમાં પડેલી વસ્તુથી કાચને ચમકાવી શકાય. આજે અમે કેટલીક એવી વસ્તુઓ અંગે જણાવીશું જે અરીસો ચમકાવવાનું કામ કરે છે.

– અરીસાને સાફ કરવા માટે બેકિંગ સોડાને એક સ્પંજથી કપડા પર લગાવો. થોડીક વાર પછી પાણીથી તેને સાફ કરી લો. આમ કરવાથી અરીસામાં એકદમ ચમક આવી જશે.

– જ્યારે પણ અરીસો સાફ કરવાની વાત હોય તો હાર્ડ વોટરની જગ્યાએ ડિસ્ટિલ્ડ વોટર એટલે કે નિસ્યંદિત પાણીનો ઉપયોગ કરવો જોઇએ.

– અરીસા પર એકઠી થયેલી ગંદકીને દૂર કરવા માટે વિનેગર પર અસરકારક ઉપાય છે. કોઇ સ્પ્રે બોટલમાં વિનેગર ભરી લો અને તે પછી તેને કાચ પર સ્પ્રે કરો. આમ કરવાથી અરીસો ચમકી જશે.

– શેવિંગ ક્રીમથી શરીરના વાળ દૂર કરવા સિવાય અરીસાને પણ ચમકાવી શકાય છે. અરીસા પર થયેલી ઝાકળને સાફ કરવા માટે એક પાતળી લેયર શેવિંગની લગાવો. ત્યાર પછી તેને મુલાયમ કપડાથી સાફ કરી લો.

– એક કાચની બોટલમાં સફેદ વિનેગર લો,. તેમા ડિસ્ટિલ્ડ વિનેગર મિકસ કરી લો. કાચ પરની ગંદકી દૂર કરવા માટે વિનેગરને એક સ્પ્રે બોટલમાં ભરીને ગંદા કાચ પર સ્પ્રે કરો અને સાફ ટુવાલથી તેને સાફ કરી લો.