Lifestyle How to Easy Remove Garlic peel, Follow trick
  • Home
  • Featured
  • લસણ છોલવામાં પડે છે મુશ્કેલી તો ટ્રાય કરો આ સરળ ટ્રિક

લસણ છોલવામાં પડે છે મુશ્કેલી તો ટ્રાય કરો આ સરળ ટ્રિક

 | 1:44 pm IST

રસોડામાં કામ કરતા લસણ છોલવી ખૂબ મુશ્કેલ કામ હોય છે. તેમજ કેટલીક વખત લસણ ફોલવાથી હાથમાં લસણની દુર્ગંધ રહી જાય છે. જેનાથી ઘણા લોકો પરેશાન રહે છે. જો તમે ઇચ્છો છો તે તમારું આ કામ સહેલું થઇ જાય તો અમારી પાસે એક ઉપાય છે આ ઉપાયથી તમે માત્ર પાંચ મિનિટમાં લસણને ફટાફટ ફોલી શકો છો. તો આવો જોઇએ કેટલીક એવી ટ્રિક્સ જેનાથી લસણ છોલવામાં સહેલાઇ રહે છે.

– એક બાઉલમાં પાણી ભરી લો અને લસણની કળીને તેમા ડૂબાડી દો. એક કલાક બાદ આ કળીઓને સ્લેબ પર રાખીને માત્ર હળવી દબાવી દો લસણના છોતરા તેની રીતે નીકળી જશે.

– ચપ્પુની મદદથી લસણનો ઉપરનો ભાગ કટ કરી લો. તેનાથી લસણની છાલ જલદીથી જલદી સાફ થઇ જશે. જો લસણને કટ કરની ઉમેરવી છે તો પહેલા જ તેને કટ કરી લો. કટ કર્યા બાદ લસણની છાલ સહેલાઇથી નીકળી શકે છે.

– લસણની દરેક કળીને 30 સેકન્ડ માટે માઇક્રોવેવમાં રાખી દો. જ્યારે તમે તેને માઇક્રોવેવમાંથી નીકાળશો તો તેની છાલ રોસ્ટ થઇ ગઇ હશે અને તે સહેલાઇથી નીકળી જશે.

– જો તમારી પાસે માઇક્રોવેવ નથી તો તમે લસણની છાલને કઢાઇ કે તવા પર પણ ગરમ કરી શકો છો ત્યાર બાદ તેની છાલ તમે આરામથી નીકાળી શકો છો.

– કોઇ ડબ્બામાં લસણની કળીને ઉમેરીને જોક-જોરથી એક કે બે મિનિટ હલાવી લો. આમ કરવાથી ઘણી છાલ તો તેની જાતે જ નીકળી જાય છે અને કેટલીક લસણને તમે આમ કરવાથી સહેલાઇથી સાફ કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.