Lifestyle How to make paneer in Microwave Follow Tips
  • Home
  • Featured
  • માઇક્રોવેવમાં પણ બનાવી શકાય છે પનીર, આ રીતે બનાવો

માઇક્રોવેવમાં પણ બનાવી શકાય છે પનીર, આ રીતે બનાવો

 | 2:57 pm IST

પનીરનું નામ સાંભળતા જ દરેક લોકોના મોંમાં પાણી આવી જાય છે. ખાસ કરીને પનીરનો ઉપયોગ પંજાબી શાકમાં કરવામાં આવે છે. પનીર ખાવામાં સ્વાદિષ્ટ અને હેલ્ધી હોય છે. પરંતુ તમે કેટલીક વખત પનીર બજારમાંથી લાવો છો તો કેટલીક વખત તમે ફાટી ગયેલા દૂધમાંથી પનીર બનાવો છો. પરંતુ શુ તમને ખબર છે કે માઇક્રોવેવમાં પણ પનીર બનાવી શકાય છે. ખાસ કરીને તમે માઇક્રોવેવમાં ખાવાની દરેક વસ્તુઓ બનાવી હશે. પરંતુ પનીર નહીં. તો ચાલો જોઇએ કેવી રીતે માઇક્રોવેવમાં બનાવી શકાય પનીર.

સામગ્રી

3 કપ – દૂધ
1 મોટી ચમચી – વિનેગર
અથવા લીંબુનો રસ

બનાવવાની રીત

– સૌ પ્રથમ માઇક્રોવેવ સેફ બાઉલમાં દૂધ ઉમેરો. તે બાદ માઇક્રોવેવમાં બે મિનિટ માટે રાખી મૂકો.
– બે મિનિટ બાદ જ્યારે દૂધ ગરમ થાય એટલે તેમા વિનેગર કે લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો.
– ત્યાર પછી દૂધને ફરીથી માઇક્રોવેવમાં રાખી મૂકો.
– જ્યારે દૂધ ફાટી જાય તો માઇક્રોવેવ બંધ કરી તેમાથી બાઉલ નીકાળી લો.
– હવે એક વાસણમાં મલમલનું કપડું રાખીને તેની ઉપર ફાટી ગયેલું દૂધ ઉમેરો.
– તે પછી કાપડને ચારેય બાજુથી ભેગું કરીને ટાઇટ બાંધી લો.
– ત્યાર બાદ કપડામાં બાંધેલા પનીરને 4-5 મિનિટ માટે કોઇ ભારે વસ્તુ રાખીને મૂકો
– એટલે તેમાથી પાણી નીકળી જશે.
– 5 મિનિટ બાદ કપડાને ખોલીને પનીર નીકાળી લો.
– તૈયાર છે માઇક્રોવેવમાં બનાવેલું પનીર