ચીઝની કોઇપણ વાનગી બનાવતા પહેલા આ રીતે કરો તેનો ઉપયોગ - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • ચીઝની કોઇપણ વાનગી બનાવતા પહેલા આ રીતે કરો તેનો ઉપયોગ

ચીઝની કોઇપણ વાનગી બનાવતા પહેલા આ રીતે કરો તેનો ઉપયોગ

 | 4:26 pm IST

આજકાલ બદલાતી લાઇફસ્ટાઇલને લઇને લોકો બહાર મળતા જંકફૂડનું વધારે સેવન કરે છે. જેમા પણ લોકો ચીઝી ખાવાના ખૂબ શોખીન છે. તો ખાસ કરીને અલગ-અલગ વાનગીઓ બનાવવ માટે જુદી-જુદી રીતે ચીઝનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતું કેટલીક એવી વાતો છે જે તમે જાણતા નથી. ચીઝનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો જોઇએ. તો આવો જોઇએ કેવી રીતે ચીઝનો ઉપયોગ કરી શકાય.

– સૌ પ્રથમ પહેલી વાત તો આ છે કે ચીઝને હંમેશા ફ્રીઝમાં જ રાખવી જોઇએ.

– ફ્રીઝથી બહાર નીકાળી લીધા પછી તરત જ તેને ખમણી લેવી જોઇએ.

– જો ચીઝ પીગળવાની શરૂ થઇ જાય તો તેને છીણવામાં પરેશાની થઇ શકે છે.

– કોઇપણ વાનગીને ગાર્નિશ ચીઝથી કરવા માંગો ચો તો તેને સર્વિંગ બાઉલમાં નીકાળી લો અને ત્યાર પછી ગાર્નિશ કરો.

– ધ્યાનમાં રાખો કે ગેસ ચાલુ હોય તે દરમિયાન એટલે કે શાક બનાવતા સમયે ચીઝને વાસણમાં ન ઉમેરવી જોઇએ.

– જો તમે કોઇ પણ વાનગીમાં લીંબુનો ઉપયોગ કરી રહ્યા છો તો તેમા પણ ચીઝ ઉમેરી શકો છો પરંતુ તેનો થોડોક જ ઉપયોગ કરવો જોઇએ.

– ચીઝની પસંદગી તમે કોઇ વાનગી અનુસાર જ કરો. કારણકે ચીઝ અનેક પ્રકારની હોય છે.