Lifestyle How to use Forks and Spoon and butter Knife Follow tips
  • Home
  • Featured
  • ખાવાના ટેબલ પર રાખેલા કાંટા અને ચમચીનો કઇ રીતે કરાય ઉપયોગ

ખાવાના ટેબલ પર રાખેલા કાંટા અને ચમચીનો કઇ રીતે કરાય ઉપયોગ

 | 2:57 pm IST

કટલરી સેટ્સને જોઇને તમે વિચારમાં પડી જાઓ છો કે કઇ વસ્તુનો ક્યા કેવીરીતે ઉપયોગ કરવો જોઇએ. જ્યારે આ વસ્તુ અલગ-અલગ વાનગી ખાવા માટે હોય છે. જ્યારે ટેબલ પર બેસવા, પ્લેટનો ઉપયોગ, કાંટા (forks)અને ચમચી રાખવા માટે ખાસ રીત હોય છે. આ ટેબલ એટિકેટ્સમાં આવે છે. અમે તમને જણાવીશું કે આ એટિકેટ્સ અંગે જેનો કઇ રીતે ઉપયોગ કરી શકાય.

– સ્વીટ ડિશ માટે ચમચી અને કાંટા એકબીજાથી સમાંતર પ્લેટની ઉપરના ભાગ પર રાખવામાં આવે છે.
– સાઇડ પ્લેટ, જેને બ્રેડ અને બટર પ્લેટ પણ કહેવામાં આવે છે. તમારી ડાબી તરફ હોય છે. તેની સાથે જ સલાડ પ્લેટ રાખવામાં આવે છે.
– તરલ વસ્તુ જેમ કે પાણી, વાઇન, ચા કે કોફી તમારી જમણી તરફ રાખવામાં આવે છે. પરંતુ તેને ડાબા હાથથી ઉઠાવવાની હોય છે.
– ડાયનિંગ ટેબલ મેનર્સ અનુસાર તમે મેજબાન દ્વારા કરવામાં આવેલી સેટિંગને પહેલા જ રાખો. જો તમે પાણીનો ગ્લાસ ઉઠાવો છો તો તેને તે જગ્યા પર રાખો.
– આપણામાંથી ખાસ કરીને લોકો કાંટા અને ચમચીને ખોટી રીતે હાથથી પકડે છે.
– યુરોપિયન સ્ટાઇલમાં કાંટા જમણા હાથમાં અને છરી (Butter Knife) ડાબા હાથમાં પકડવામાં આવે છે. જેનાથી છરી ધાર વાળા ભાગથી તમારી પ્લેટ તરફ હોવી જોઇએ.
– ભોજનની એક બાઇટ કટ કરવા માટે કાંટાછી ખાવામાં આવતી વસ્તુને દબાવીને રાખો અને છરીથી એટલો ભાગ કટ કરો જેટલો ભાગ મોંમાં આવે.
– અમેરિકન ભોજનને કટ કરવામાં કાંટા અને છરીનો ઉપયોગ કરે છે. છરીના ઉપયોગ બાદ તેને તમારી પ્લેટમાં રાખો અને કાંટાથી બાઇટ મોંમાં રાખો.
– તમારી તર્જની આંગળીથી કરવામાં આવેલું દબાણ જ બાઇટ કટ કરવામાં માટે બરાબર હોય છે.
– ભોજનની બાઇટને નાનું કટ કરો. જો વધારે મોટી બાઇટ કટ કરી લેશો તો મોંમાં નાખવા અને ચાવવામાં સમસ્યા થશે.જ્યારે આ જોઇને ટેબલ પર બેસેલા અન્ય લોકો તમને જોઇને હસી પણ શકે છે અને તમે મશ્કરીને પાત્ર પણ બની શકો છો.
– ખાવાનું ખાતા સમયે તમે જ્યારે એક બ્રેક લેતા હોય છે તો પ્લેટમાં કાંટાને તમારી ડાબી તરફ અને છરીને જમણી તરફ રાખો. જેમ આ બન્ને એકબીજાને પ્લેટમાં ક્રોસ કરે.
– જો તમે બીજુ સર્વિંગ માટે પ્લેટને આગળ કરવા માંગો છો તો કાંટા અને છરીને સાથે સમાંતર રાખીને પ્લેટમાં ખાવા માટે જગ્યા બનાવી લો.
– ભોજન પત્યા બાદ તમે છરી અને કાંટાને એકબીજાની સમાંતર પ્લેટમાં તિરછી રાખો. બન્ને નીચેના ભાગ તરફ હોવા જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન