આ રીતે કરો પ્રેશર કુકરનો ઉપયોગ, નહીંતર થશે ગંભીર સમસ્યા - Sandesh
NIFTY 11,429.50 -41.20  |  SENSEX 37,869.23 +-155.14  |  USD 68.8250 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • આ રીતે કરો પ્રેશર કુકરનો ઉપયોગ, નહીંતર થશે ગંભીર સમસ્યા

આ રીતે કરો પ્રેશર કુકરનો ઉપયોગ, નહીંતર થશે ગંભીર સમસ્યા

 | 1:36 pm IST

પ્રેશર કુકરથી ખાવાનું તરત જ બનીને તૈયાર થઇ જાય છે. ઘરના રસોડામાં રોજ તેમાં ખાવાનું બનાવવામાં આવે છે. પ્રેશર કુકરથી ખાવાનું બનાવવું જેટલું સહેલું છે એટલું જ તે ખતરનાક પણ છે. તો આ જે આપણે જોઇશુ કે આખરે કેવી રીતે પ્રેશર કુકરનો ઉપયોગ કરવો જોઇએ. પ્રેશર કુકરમાં ખાવનું બનાવતા સમયે ક્યારેય પણ આ ભૂલો ન કરવી જોઇએ.

કુકરને જબરજસ્તી ન ખોલો
પ્રેશર કુકરને જબરજસ્તી ન ખોલવું જોઇએ. કારણકે ખાવાનું બનાવચા સમયે તેમાં વરાળ બને છે. જેનાથી ભોજન જલદી બની જાય છે. જેથી ધ્યાન રહે કે જ્યાં સુધી પૂરી રીતે તેમાથી વરાળ ન નીકળી જાય ત્યાં સુધી કુકરનું ઢાંકણ ન ખોલવું જોઇએ. કારણકે તે વરાળથી દાઝી શકો છો.

પાણી વગર કૂકરનો ઉપયોગ
જ્યારે તમે કુકરમાં કંઇક બનાવો છો ધ્યાન રાખો કે તેમા પાણી રાખો. પાણી વગર તમે કઇપણ બનાવ્યું તો સૂકુ કુકર વરાળ બનાવે છે અને તે કુકર ફાટી જવાનો ખતરો રહે છે.

કુકરમાં તિરાડ
જૂના કુકરમાં તિરાડ પડી ગઇ હોય તો મહેરબાની કરીને તેનો ઉપયોગ ન કરવો જોઇએ. કારણકે તેનાથી પણ નુકસાન થઇ શકે છે.

બંધ કરવાની યોગ્ય રીત
કુકરમાં ભોજન બનાવતા સમયે તેને યોગ્ય રીતે બંધ કરવું ખૂબ જરૂરી છે. ક્યારેક તમારું પ્રેશર કુકર ખાવાનું બનાવવામાં ખૂબ સમય લગાવે છે. જેનો મતલબ છે કે તમે યોગ્ય રીતે ઢાંકણ બંધ નથી કર્યું અને તેનું રબડ પણ ખરાબ થઇ શકે છે.

દરેક વસ્તુ કુકરમાં ન ઉકાળો
આ વાતનું ખાસ ધ્યાન રાખો કે દરેક વસ્તુને કુકરમાં ઉકાળવી ન જોઇએ. કુકરમાં દરેક શાક કે અનાજ ઉકાળી શકાય નહીં. અમૂક વસ્તુને જ ઉકાળી શકાય છે. જેથી તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.