જાણો માનવ શરીરથી જોડાયેલી આ રસપ્રદ વાતો - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • જાણો માનવ શરીરથી જોડાયેલી આ રસપ્રદ વાતો

જાણો માનવ શરીરથી જોડાયેલી આ રસપ્રદ વાતો

 | 2:56 pm IST

દુનિયાભરમાં વિજ્ઞાનથી જોડાયેલી કેટલીક વાતો છે જે અંગે ઘણાં ઓછા લોકો જાણે છે. કહેવામાં આવે છે કે જેટલું પણ જ્ઞાન પ્રાપ્ત કરો છો તે ક્યારેક તો કામ આવે જ છે. પરંતુ તે છતાં પણ કેટલીક એવી વાતો છે જે અંગે આપણને કોઇ માહિતી હોતી નથી. આજે અમે તમને માનવ શરીરથી જોડાયેલી એવી વાતો અંગે જણાવીશુ જે અંગે તમે ક્યારેય વિચાર્યું નહીં હોય. માનવ શરીરની કેટલીક એવી વસ્તુઓ છે જે તમારા દૈનિક જીવનથી જોડાયેલી છે. તે છતાં પણ તમે તેની પર ધ્યાન આપી રહ્યા નથી. તો આવો જોઇએ માનવ શરીરથી જોડાયેલી કેટલીક એવી વાતો જે હેરાન કરી દે તેમ છે. જે ક્યારેક કામ આવી શકે છે.

1) તમે દિવસભર જે કામ કરો છો પરંતુ શુ તમે જાણો છો કે દિવસની જગ્યાએ તમારું દિમાગ રાતના સમયે વધારે સક્રિય હોય છે. તે સિવાય જે વ્યક્તિનુ આઇક્યુ જેટલું તેજ હોય છે તેને ખૂબ સપના આવે છે.
2) શરીરના અન્ય ભાગની તુલનામાં ચહેરાના વાળ જલદી વધે છે. તે સિવાય બાકી આંગળીઓની અપેક્ષા વચ્ચે વાળી આંગળીના નખ પણ વધારે વધે છે.
3) તમારા પેટમાં રહેલા અમ્લ જિંકને ઓછા કરવા માટે પૂરતા હોય છે. પરંતુ તેનાથી કોઇ નુક્સાન થતું નથી. કારણકે પેટની ચામડી વિક્સિત થતી રહે છે. જ્યારે મહિલાઓની તુલનામાં પુરૂષોના શરીરમાં ચરબી રોજ 50 કેલરીના દરથી ઓછી થાય છે.
4) પુરૂષોની તુલનામાં મહિલાના ધબકાર વધારે તેજ ચાલે છે અને તેની તુલનામાં મહિલાઓ વધારે ઉંઘ લે છે. મહિલાઓમાં સુંગંધ લેવાની ક્ષમતા પણ પુરૂષો કરતા વધારે હોય છે.
5) રોજ શરીરની અંદર આશરે 10 કરોડ કોશિકાઓ મરી જાય છે. પરંતુ મરવાની સાથે-સાથે શરીરમાં રોજ 300 અરબ કોશિકાઓનું નિર્માણ પણ થાય છે. જે જૂની કોશિકાઓની જગ્યા લઇ લે છે.
6) દરેક વ્યક્તિ સવારે સ્નાન કરીને સ્વચ્છ અનુભવે છે. પરંતુ શુ તમે જાણો છો કે સ્નાન કર્યા બાદ પણ તમે સાફ નથી હોતા. તમારું આખું શરીર બેક્ટેરિયાથી ભરેલું હોય છે.મોમાં જ એટલા બેક્ટેરિયા હોય છે કે જેટલા આખા શરીરમાં નથી હોતા. એક શોધ અનુસાર માનવ શરીરમાં કોશિકાઓથી 10 ટકાથી પણ વધારે બેક્ટેરિયા હોય છે.
7) શરીરની લંબાઇ વધવા અંગે દરેક લોકો જાણે છે. પરંતુ શુ તમે એ જાણો છો કે 30ની ઉંમર બાદ દરેક વ્યક્તિની લંબાઇ અડધી ઇંચ ઓછી થઇ જાય છે. 60-70ની ઉંમર સુધી શરીરની લંબાઇ 4 થી 5 ઇંચ સુધી ઘટી જાય છે.
8) જો રોજ તમે તમારી કેપેસિટી કરતા પણ વધારે જમો છો તો તમારી સાંભળવાની ક્ષમતા ઓછી થઇ જાય છે. તે સિવાય શરીરની સૌથી મજબૂત માંસપેશી જીભ હોય છે અને જડબાનું હાડકું સૌથી મજબૂત હોય છે.
9) વ્યક્તિની બહારની ત્વચા દર 27 દિવસે નવી થઇ જાય છે અને તે ફક્ત મનુષ્ય જ તે પ્રજાતિ છે. જેના કોઇ ભાવના પ્રત્યે આંસુ નીકળે છે.
10) જન્મના સમયે કોઇપણ બાળક ફક્ત કાળો અને સફેદ રંગ જ જોઇ શકે છે અને આંખોની કાર્નિયામાં ક્યારેય પણ લોહીની અપૂર્તિ થતી નથી. તેને સીધો હવાથી ઓક્સિજન મળે છે. તે સિવાય દરકે વ્યક્તિની એક આંખ તેજ અને એખ કમજોર હોય છે.