Lifestyle Keep the spices in the humidified atmosphere as safe
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • ભેજ વાળા વાતાવરણમાં આ રીતે મસાલાને રાખો સુરક્ષિત

ભેજ વાળા વાતાવરણમાં આ રીતે મસાલાને રાખો સુરક્ષિત

 | 2:38 pm IST

મસાલાનો ઉપયોગ દરેક ઘરમાં ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. ઘરમાં રોજ કેટલાક પ્રકારના મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ કેટલાક મસાલા એવા પણ હોય છે જેનો ઉપયોગ ક્યારેક જ કરવામાં આવે છે. આ મસાલાને સ્ટોર કરીને રાખવા ખૂબ મુશ્કેલ હોય છે. ખાસ કરીને વરસાદમાં ભેજના વાતાવરણના કારણે પણ મસાલા ખરાબ થઇ જાય છે. જો તમે મસાલાને યોગ્ય રીતે ન રાખો તો તેમાં ભેજ આવી જાય છે. જેથી મસાલા ખરાબ થવાનો ડર રહે છે. જો તમે આ મસાલાને લાંબો સમય માટે સ્ટોર કરીને સુરક્ષિત રાખવા માંગો છો તો તમે આ ટિપ્સ અપનાવી શકો છો.

આ રીતે મસાલાને લાંબા સમય સુધી રાખો સુરક્ષિત
– મસાલાને સ્ટોર કરવા માટે સૂકી જગ્યા પર રાખો. ભેજ વાળી જગ્યા પર રાખવાથી તેમાં ગાંઠ થઇ જાય છે. જેથી તેમાં ઇયળ તેમજ જીવાત પડી શકે છે.

– મસાલાને વધારે પ્રકાશ વાળી જગ્યા પર ન રાખો. પ્રકાશ મસાલાના ઓઇલને ઓક્સીડાઇજ કરે છે. તેનાથી તેનો વાસ્તવિક સ્વાદ જતો રહે છે.

– મસાલાને રાખવા માટે ક્યારેય પણ લાઇટ રંગની બરણીનો ઉપયોગ ન કરો. તેને હંમેશા ડાર્ક રંગની બરણીમાં રાખો.

– કેટલાક લોકો મસાલાને સુરક્ષિત રાખવા માટે તેને ફ્રીઝમાં રાખે છે. ફ્રીઝમાં રાખવાથી મસાલાની ફ્લેવર ખતમ થવા લાગે છે. જો તમે મસાલાને ફ્રીઝમાં રાખવા માંગો છો તોતેને એર ટાઇટ કન્ટેનરમાં ઉમેરી રાખી શકો છો.

– જો તમે મસાલાને સ્ટોર કરીને રાખવા માંગો છો તો તેને ન પીસો. સૂકા મસાલાને લાંબો સમય સ્ટોર કરીને રાખી શકાય છે.