Lifestyle know why Poha is a healthy breakfast
  • Home
  • Featured
  • પૌઆને કેમ હેલ્ધી નાસ્તો કહેવામાં આવે છે? જાણો આ છે કારણ

પૌઆને કેમ હેલ્ધી નાસ્તો કહેવામાં આવે છે? જાણો આ છે કારણ

 | 8:50 am IST

પૌઆને એક હેલ્ધી નાસ્તો માનવામાં આવે છે. તેમા ડુંગળી, વટાણા અને અનેક પ્રકારના શાક ઉમેરવામાં આવે છે. જેનાથી તેના સ્વાદમાં વધારો થાય છે. તમે ઇચ્છો તો તેમા કાજૂ અને દાડમના દાણા પણ ઉમેરી શકો છો.

દેશના અલગ-અલગ ભાગમાં તેને જુદી-જુદી રીતે બનાવવામાં આવે છે. તે સિવાય તેને અલગ-અલગ નામથી પણ ઓળખવામાં આવે છે. તો આવો જોઇએ કેમ પૌઆને હેલ્ધી નાસ્તો કહેવામાં આવે છે. આખરે શુ કારણ છે કે પૌઆને હેલ્ધી માનવામાં આવે છે.

– પૌઆમાં ઓછી કેલરી હોય છે. તેને સહેલાઇથી નાસ્તામાં ખાય શકાય છે. એક રિપોર્ટ મુજબ પેટ ફુલવાની સમસ્યા થવા પર તેનું સેવન કરવું ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

– આજકાલ ઘણા લોકો વધતા વજનની સમસ્યાથી પીડાતા હોય છે. તો પૌઆનું સેવન કરવાથી વજન પણ વધતું નથી.

– સ્વાદમાં મજેદાર લાગતા પૌઆમાં દાડમના દાણા ઉમેરી શકાય છે. જેથી તેનો સ્વાદ બમણો થઇ જાય છે અને તે એક પૌષ્ટિક નાસ્તો પણ છે.

– પૌઆ ખાવાથી કોઇ નુકસાન થતું નથી તેને દરેક પ્રકારના લોકો સહેલાઇથી ખાય શકે છે.

– તેના સ્વાદને બમણો કરવા માટે તમે તેમા મગફળી ઉમેરી શકો છો જે સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે.

– પૌઆમાં ભરપૂર પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ રહેલા છે. જે શરીરને એનર્જી આપે છે.

– તેને મિનિટોમાં બનાવી શકાય છે અને પૌઆ પચાવવામાં પણ સહેલા રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન