ઘરમાંથી ગરોળી થશે છૂમંતર, જો અપનાવશો આ ઉપાય - Sandesh
  • Home
  • Lifestyle
  • ઘરમાંથી ગરોળી થશે છૂમંતર, જો અપનાવશો આ ઉપાય

ઘરમાંથી ગરોળી થશે છૂમંતર, જો અપનાવશો આ ઉપાય

 | 6:24 pm IST

ગરોળીનું નામ સાંભળતા જ કેટલાય લોકો ડરી જાય છે. ભલે ગરોળી એક નાનકડો જીવ છે પરંતુ જો ઘરની કોઈ દીવાલ પર કે પછી ઓફિસની કોઈ દીવાલ પર અચાનક જો ગરોળી ફરતી જોવા મળે તો કેટલાય લોકોને બીક લાગે છે અને બૂમા બૂમ કરવા લાગે છે. જેમા કેટલીક ગરોળી ઝેરી પણ હોય છે. પરંતુ આ ગરોળીને ઘર માં કે ઓફિસમાંથી દૂર કરવી હોય તો અમારી પાસે કેટલાક એવા ઘરેલુ ઉપાય છે જેનાથી તમે ગરોળીને છૂમંતર કરી શકો છો તો આવો જોઇએ કેટલાક એવા ઘરેલુ ઉપાય જેનાથી તમે ગરોળીને ઘરમાથી ગાયબ કરી શકો છો.

સાંભળવામાં થોડૂક અજીબ લાગશે પંતુ તમે દરેક લોકોએ ક્યારેકને ક્યારેક ગરોળીને ભગાડવા માટે કેટલાક પ્રયોગ કર્યા હશે. ગરોળી ભગાડવા માટે લગાવવામાં આવતા મોરના પીંછા તેમજ કપૂરના ઉપયોગથી પણ કોઇ રાહત મળી નથી. તો આ સહેલા ઘરેલુ ઉપાયથી સમસ્યાનો અંત આવી શકે છે.

• ગરોળી ભગાડવા માટે એક બોટલમાં ડુંગળીના રસની સાથે કેટલાક લસણના રસના ટીંપા મિક્સ કરી લો. આ રસમાં થોડૂક પાણી મિક્સ કરીને બોટલને બંધ કરીને બરાબર હલાવીને મિક્સ કરી લો. તે બાદ તમને લાગે છે કે જ્યાં વધારે ગરોળી આવી રહી છે ત્યાં આ રસને છાંટી દો. આમ કરવાથી ઘરમાં ગરોળી આવશે નહીં.

• તે સિવાય ઘરમાં જે ખૂણામાં ગરોળી વધારે આવે છે ત્યાં લસણની કળી પણ રાખી શકો છો. આમ કરવાથી ગરોળી ઘરમાંથી દૂર થાય છે.

• લસણના આ નુસખા સિવાય ગરોળી ભગાડવા માટે તમે ડુંગળીનો ઉપયોગ પણ કરી શકો છો. જેના માટે ડુંગળીને લાંબી અને પાતળી કટ કરી તેને દોરાથી બાંધીને ઘરના ખૂણામાં લગાવવાથી ગરોળીની સમસ્યાથી છૂટકારો મળે છે અને ગરોળી ઘરમાં આવતી નથી.

• ગરોળીને દૂર ભગાડવા માટે કાળામરીના સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો. આ સ્પ્રે બનાવવા માટે કાળામરી પાઉડરમાં પાણી મિક્સ કરીને બોટલમાં ભરી દો. આ પાણીને ઘરના દરેક ખૂણામાં છાંટી દેવાથી ગરોળી દૂર ભાગે છે.