Lifestyle make idali without stand
  • Home
  • Featured
  • ઇડલીના સ્ટેન્ડ વગર બનાવી શકશો ઇડલી, ફોલો કરો આ ટિપ્સ

ઇડલીના સ્ટેન્ડ વગર બનાવી શકશો ઇડલી, ફોલો કરો આ ટિપ્સ

 | 5:01 pm IST

દક્ષિણ ભારતીય વાનગીઓમાં ઇડલી તો જાણે સામાન્ય રીતે બધાને ગમે એવી વાનગી ગણાઇ ગઇ છે. તે ફક્ત બનાવવામાં સહેલી જ નથી પણ એટલી જ પૌષ્ટિક્તા પણ ધરાવે છે અને પચવામાં પણ બહુ સરળ છે. જો તમે પણ સાઉથ ઇન્ડિયન ખાવાના શોખીન છો અને તમારી જોડે ઇડલીનું સ્ટેન્ડ નથી તો અમે તમારા માટે ઇડલીના સ્ટેન્ડ વગર કેવી રીતે ઇડલી બનાવી શકાય તે જોઇએ.

– સૌ પ્રથમ એક તપેલામાં થોડૂંક પાણી લઇ લો. તેને ગરમ કરો.
– વાડકીને તેલથી ચીકણી કરવાનું ભૂલથી પણ ન ભૂલો.
– હવે ઇડલીના તૈયાર ખીરાને વાડકીમાં ઉમેરી લો .
– હવે પાણી ભરેલા તપેલામાં કાઠલો રાખી લો અને તેની પર પ્લેટ રાખો.
– પ્લેટમાં ખીરૂ ભરેલી વાડકી મુકી દો.
– બન્ને બાઉલની ઉપર એક પ્લેટ રાખો અને તે પ્લેટ ઉપર બીજી વાડકી રાખો.
– સ્ટેન્ડ ન હોવા પર પ્લેટ્સ સેપ્રેટરનું કામ કરશે.
– આમ કરીને એક તપેલામાં તમે ઓછામાં ઓછી 6 ઇડલીઓ તૈયાર કરી શોક છો.
– છેલ્લા લેયર બાદ તપેલાને ઢાંકી દો અને ઉપર કોઇ ભારે વસ્તુ મુકી દો.
– જેથી ઢાંકણ વરાળના પ્રેશરથી ખુલી ન જાય
– બસ 8-10 મિનિટમાં વરાળથી ઇડલી બનીને તૈયાર થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન