ગાદલાને સાફ કરવા માટે અજમાવો આ સહેલી ટિપ્સ - Sandesh
NIFTY 11,367.20 -67.90  |  SENSEX 37,639.41 +-212.59  |  USD 70.3425 +0.45
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગાદલાને સાફ કરવા માટે અજમાવો આ સહેલી ટિપ્સ

ગાદલાને સાફ કરવા માટે અજમાવો આ સહેલી ટિપ્સ

 | 1:12 pm IST

ઘરની સાફ-સફાઇ કરતા સમયે તમે કિચનથી લઇને બાથરૂમ, પથારી સાફ કરો છો. પરંતુ આ દરમિયાન તમે સૌથી મહત્વના બેડ પર રહેલા ગાદલા પર ધ્યાન આપવાનું ભુલી જાવ છો. જે રીતે ઘરના દરેક ખૂણ સાફ હોવા જોઇએ તે જ રીતે બેડ પણ સાફ હોવો જરૂરી છે. બેડને સાફ કરવા માટે તમે ચાદર ધોઇ હશે પરંતુ ગાદલાની સ્વચ્છતા અંગે તમે ક્યારેય નહીં વિચાર્યું હોય. ગાદલાને સ્વચ્છ રાખવું દરેક ગૃહિણી માટે ખૂબ મુશ્કેલ કામ છે. એવામાં આજે અમે તમને કેટલાક ટિપ્સ જણાવીશું. જેનાથી તમારું આ કામ સહેલું થઇ જશે.

શીટ્સને કરો સાફ
અઠવાડિયામાં એક વખત તમારી બેડશીટ અને કવર જરૂરથી બદલો. જો તમે ઇચ્છો છો કે તમારું ગાદલું પણ સાફ રહે તે માટે ચાદરનું સાફ હોવું પણ ખૂબ જરૂરી છે. તમે અઠવાડિયામાં એક વખત ચાદર બદલશો તો ગાદલ પર પણ ધૂળ અને માટી એકઠી નહીં થાય.

ગાદલાને વેક્યૂમથી કરો સાફ
ચાદર હટાવ્યા પછી તમે ગાદલાને વેક્યૂમ ક્લીનરથી સાફ કરો. તેનાથી તમે તમારા ગાદલા પર એકઠી થયેલી ધૂળ અને ગંદકી તરત દૂર થશે તેનાથી ખૂણા પણ સહેલાઇથી સાફ કરી શકાશે.

ડાઘ-ધબ્બા
ગાદલાને વેક્યૂમ ક્લીનરથી સાફ કર્યા પછી ચેક કરી લો કે તેની પર કોઇ ડાઘ તો નથી રહી ગયા. જો ગાદલા પર કોઇ ડાઘ રહી ગયા છે તો તેને દૂર કરવા માટે એન્જાઇમ યુક્ત ક્લીનરનો ઉપયોગ કરો.

ગાદલામાંથી આવતી દુર્ગંધ
જો તમને ગાદલામાંથી દુર્ગંધ આવી રહી છે તો તમે તેને દૂર કરવા માટે બેકિંગ સોડા છાંટી દો. તેને 24 કલાક રહેવા દો. ત્યાર પછી કોઇ કાપડ કે વેક્યૂમ ક્લિનરની મદદથી તેને સાફ કરી લો.