ભેજના કારણે કપડામાંથી આવતી દુર્ગંધને દૂર કરવા ફોલો કરો આ Tips - Sandesh
  • Home
  • Lifestyle
  • ભેજના કારણે કપડામાંથી આવતી દુર્ગંધને દૂર કરવા ફોલો કરો આ Tips

ભેજના કારણે કપડામાંથી આવતી દુર્ગંધને દૂર કરવા ફોલો કરો આ Tips

 | 1:43 pm IST

વરસાદની ઋતુમાં ભેજના કારણે કેટલીક વખત ભેજના કારણે કપડામાંથી દુર્ગંધ આવવા લાગે છે તો કેટલીક વખત કપડામાં ડાઘ પણ પડી જાય છે. જે ખૂબ ખરાબ લાગે છે. એવામાં દુર્ગંધ આવતા કપડા પહેરવા પણ ગમતા નથી. પરંતુ આજે અમે તમને કેટલીક ટિપ્સ આપવા જઇ રહ્યા છીએ. જે કપડામાંથી આવતી દુર્ગંધને દૂર કરવામાં મદદ કરે છે. જો તમે પણ વરસાદના કારણે કપડામાંથી આવતી દુર્ગંધથી પરેશાન છો કેટલીક ટિપ્સની મદદથી આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

– તિજોરી કે કબાટમાં કપડા મૂકતા પહેલા તેને બરાબર સાફ કરી લો. તે પછી કપૂરના પાણીથી કબાટ કે તિજોરી સાફ કરી સૂકાવવા દો. ત્યાર પછી કપડાને કબાટમાં રાખો. જેથી કપડામાંથી ફૂગ કે ભેજની દુર્ગંધ આવશે નહીં.

– વરસાદની ઋતુમાં તડકો ન નીકળવાના કારણે કપડા બરાબર સૂકાઇ શકાય નથી. તેમા બેજ રહે છે. જેના કારણે કપડામાંથી દુર્ગંધ આવવા લાગે છે. એવામાં તમે કપડા ધોઇ લીઘા પછી તેને બરાબર નીચવી લો. ત્યાર પછી તેને સૂકવી દો તેને હવા મળે તે રીતે સૂકવો.

– મોંઘા અને ભારે કપડાને તિજોરી કે કબાટમાં મૂકતા પહેલા વેક્સ પેપર કે પ્લાસ્ટિક પેપરમાં લપેટીને રાખો. તેનાથી કપડા કબાટના સંપર્કમાં આવશે નહીં અને ખરાબ થવાથી પણ બચી શકે છે.

– કેટલીક વખત કપડામાં ભેજ હોવા છતા પણ તમે તેને કબાટ કે તિજોરીમાં મૂકી દો છો. જેનાથી કપડામાં દુર્ગંધ આવવા લાગે છે. જેથી કપડાને બરાબર રીતે સૂકવ્યા પછી તેને તિજોરીમાં રાખો.

– અઠવાડિયામાં એક વખત તિજોરીને બરાબર સ્વચ્છ કરો. જેથી તેમા હવા અંદર જશે અને ફૂગ તેમજ ભેજ જેવી સમસ્યા થશે નહીં.

– કપડાની દુર્ગંધને દૂર કરવા માટે તમે તિજોરીમાં નેપ્થ્લીનની ગોળી પણ રાખી શકો છો. તેના ઉપયોગથી કપડામાં આવતી દુર્ગંધને દબર રાખી શકાય છે.

– તમે કપડાને પ્લાસ્ટિક બેગની જગ્યાએ છાપામાં લપેટીને પણ રાખી શકો છો. તે સિવાય અઠવાડિયામાં એક વખત કપડાને તડકામાં જરૂરથી સૂકવવા જોઇએ.