વરસાદમાં માખીઓનો ગણગણાટ દૂર કરવા કરો આ ઉપાય - Sandesh
  • Home
  • Lifestyle
  • વરસાદમાં માખીઓનો ગણગણાટ દૂર કરવા કરો આ ઉપાય

વરસાદમાં માખીઓનો ગણગણાટ દૂર કરવા કરો આ ઉપાય

 | 11:19 am IST

ગરમી અને વરસાદની ઋતુમાં માખીઓ ખાસ કરીને ઘરમાં આવી જાય છે. તે પહેલા ઘરમાં પડેલા કચરા પર બેસે છે અને પછી ખાવાની વસ્તુઓ પર બેસી જાય છે. તેનાથી શરીરમાં બીમારીઓ ફેલાઇ જાય છે. તેની સાથે જ માખીઓ જે વસ્તુઓ પર બેસે છે તે ફરી વાર ખાવાનું મન પણ કરતું નથી. તો આજે અમે તમારા માટે વરસાદમાં થતી માખીઓથી કેવી રીતે છૂટકારો મેળવી શકાય તેનો ઉપાય લઇને આવ્યા છીએ.

– માખીઓને ભગાડવા માટે ઘરમાં કપૂર પ્રગટાવવું જોઇએ. કપૂર પ્રગટાવ્યા પછી તેને આખા ઘરમાં ફેરવી દો. કપૂરની સુંગંધ ખૂબ જ સ્ટ્રોંગ હોય છે. જેની સુગંધથી માખીઓ ઘરની બહાર જતી રહે છે.

– તુલસીના છોડ પણ માખીઓને ઘરમાંથી ભગાડવામાં ખૂબ મદદરૂપ સાબિત થઇ છે. માખીઓને ઘરથી દૂર રાખવા માટે ઘરમાં તુલસીની સાથે-સાથે લેવેન્ડર અને ગલગોટાના છોડ પણ લગાવી શકો છો.

– વિનેગરથી માખીઓને ઘરની બહાર નીકાળી શકાય છે. વિનેગરનો ઉપયોગ કરવા માટે એક બાઉલમાં વિનેગર લો અને તેમા ડિટર્જન્ટ મિક્સ કરો. આમ કરવાથી માખીઓ તેની ફીણ તરફ આકર્ષિત થશે અને માખી તેની પર બેસી જશે. તે આ મિશ્રણ પાણીમાં ઉમેરીને પોતું કરવાથી પણ માખી દૂર જતી રહે છે.

– થોડાક મરચાના પાણીમાં ડૂબાડીને રાખો. આ પાણીને ત્યાં સ્પ્રે કરો. જ્યાં માખીઓ વધારે હોય છે. આમ કરવાથી માખીઓ છૂમંતર થઇ જશે.

– તજ પણ માખીઓને ઘરથી બહાર નીકાળવામાં મદદરૂપ થાય છે. માખીઓને તજની સુગંધ પસંદ નથી હોતી. આજ કારણ છે કે માખીઓ ઘરની બહાર જતી રહે છે.