લાકડાના ફર્નિચરને ખરાબ થવાથી બચાવવા માટે અજમાવો આ ઉપાય - Sandesh
  • Home
  • Lifestyle
  • લાકડાના ફર્નિચરને ખરાબ થવાથી બચાવવા માટે અજમાવો આ ઉપાય

લાકડાના ફર્નિચરને ખરાબ થવાથી બચાવવા માટે અજમાવો આ ઉપાય

 | 3:02 pm IST

લાકડાનું ફર્નીચર ઘરની શોભા વધારી દે છે. પરંતુ વરસાદની ઋતુના કારણે લાકડાના ફર્નિચરની સાચવણી કરવી પડે છે. જોકે, વરસાદમાં લાકડાના ફર્નીચરમાં ઉધઇ લાગી જાય છે. જેનાથી ઘરનું ફર્નીચર ખરાબ થવા લાગે છે. જ્યારે ભેજના કારણે લાકડાનું ફર્નીચર ફુલી જાય છે. તેનાથી દરવાજા ખુલવા અને બંધ કરવામાં સમસ્યા થવા લાગે છે. જેથી વરસાદ દરમિયાન ફર્નીચરના ખુણા, તેના નીચેના ભાગ અને પાછળના ભાગને મહીનામાં ઓછામાં ઓછા એક વખત જરૂરથી સાફ કરવું જોઇએ. જો તમે પણ વરસાદની ઋતુમાં તમારા ફર્નીચરને ખરાબ થવાથી બચાવી રાખવા માંગો છો તો આજે અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશું. જેની મદદથી તમે સહેલાઇથી લાકડાના ફર્નીચરને વર્ષો વર્ષ નવા બનાવીને રાખી શકો છો.

• લાકડાના ફર્નીચરને યોગ્ય જગ્યા પર રાખો. જ્યાં વરસાદના છાંટા ન પડે. કારણકે પાણી પડવાથી તે ભીનું થઇ જાય છે અને તેના કારણે ફર્નીચર ફુલી શકે છે. કારણકે લાકડા પર પાણી પડવાથી તે ફુલી જાય છે.

• ઘરના બારી-દરવાજા લાકડાના હોય તો સમય-સમય પર તેને ઓઇલીંગ કરતા રહો. આમ કરવાથી તેમા કોઇપણ પ્રકારની જીવાત કે ઉધઇ થશે નહીં.

• વરસાદની ઋતુમાં ભેજના કારણે પણ ફર્નીચર ફુલવા લાગે છે. જેથી ભેજને સૂકાવવા માટે સૂકા લીમડાના પાનનો ઉપયોગ કરી શકો છો.

• વરસાદમાં ફર્નિચરને હંમેશા દીવાલથી દૂર રાખવું જોઇએ. કારણકે કેટલીક વખત વરસાદમાં દીવાલો પર ભેજ આવે છે. જેથી પણ ફર્નિચરને નુકસાન થઇ શકે છે.

• આ વાતાવરણમાં તમારા ફર્નિચરને પોલિશ કે પેઇન્ટ કરાવતા રહો. જેથી ફર્નીચર પર ભેજની કોઇ અસર થશે નહીં.

• લાકડાના ફર્નિચરને ફુલવાથી બચાવવા માટે ઓઇલીંગ કે વેક્સિંગ કરીને રાખો. તમે ઇચ્છો તો સ્પ્રે-ઓન-વેક્સ ટ્રાય કરી શકો છો.

• લાકડાના ફર્નિચરને સાફ કરવા માટે ભીના કપડાની જગ્યાએ સૂકા કપડાનો ઉપયોગ કરો.

• ઘરમા રહેલા ભેજને સૂકવવા માટે કપૂર કે નેપ્થલીન બોલનો ઉપયોગ કરો. લાકડાના કબાટને ઉધઇ કે અન્ય જીવાતથી બચાવવા માટે તેને કોઇ કપડાથી બાંધીને રાખો. તમે ઇચ્છો તો લીમડાના પાન અને લવિંગનો ઉપયોગ કરી શકો છો.