ખરાબ થઇ ગયેલી નેઇલપૉલિશને ફેંકશો નહીં, આ રીતે કરો ઉપયોગ - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Lifestyle
 • ખરાબ થઇ ગયેલી નેઇલપૉલિશને ફેંકશો નહીં, આ રીતે કરો ઉપયોગ

ખરાબ થઇ ગયેલી નેઇલપૉલિશને ફેંકશો નહીં, આ રીતે કરો ઉપયોગ

 | 6:15 pm IST

સામાન્ય રીતે નેઇલ પેઇન્ટનો ઉપયોગ આંગળીઓની સુંદરતા વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ તેનો ઉપયોગ અન્ય અન્ય કાર્યો માટે પણ કરી શકાય છે. જો તમારા ઘરમાં પણ કોઇ ખરાબ નેઇલ પેઇન્ટ પડી છે તો તમે તેને અન્ય કેટલાક કામમાં ઉપયોગ કરી શકો છો.

 • જો તમારા ઘરની, દરવાજાની કે તિજોરીની ચાવી જોવામાં એક જેવી લાગે છે તો દરેક ચાવીને અલગ અલગ રંગથી નેઇલ પેઇન્ટથી ચિહ્ન કરવાથી કામ સહેલું થઇ જશે અને તમને કઇ ચાવી છે તે પણ ખબર પડી જશે.
 • તે સિવાય તમે રસોડામાં મસાલાના ડબ્બા એક જેવા છે જે ઓળખી શખતા નથી તો ડબ્બા કે બરણી પર તમે નેઇલ પેઇન્ટથી નામ લખી શકો છો. આમ કરવાથી તમને જલદી જ કયા મસાલાનો ડબ્બો છે અંગે જાણ થશે.
 • જ્યારે તમને કોઇ પત્ર કે કાગળ ચોંટાડવાની જરૂરત પડે અને ગુંદર ન મળે તો કિનારી પર નેઇલ પેઇન્ટ લગાવી શકાય છે.
 • સોંયમાં દોરો પુરના માટે આપણે ખૂબ મહેનતની જરૂર પડે છે. દોરાના કિનરીએ નેઇલ પેઇન્ટ લગાવી લો. જેથી દોરો કડક થઇ જશે અને સહેલાઇથી સૌંયમાં જતો રહેશે.
 • આપણે દરેક લોકો આર્ટિફીશિયલ ઘરેણાં પસંદ હોય છે. પરંતુ આ દરેક લોકોની ત્વચાને અનુકૂળ હોતા નથી. જો તમે આર્ટિફિશિયલ વીંટી કે હાર પહેર્યા બાગ તમારી ત્વચા લીલી થઇ જાય છે. તો આ ઘરેણાને ત્વચાના સંપર્કમાં આવતી જગ્યા પર પારદર્શી પેઇન્ટ લગાવી દો.
 • જો તમારા કોઇ કપડામાં નાનુ કાણું પડી ગયું છે તો તે જગ્યા પર પારદર્શી નેઇલ પેઇન્ટ લગાવી લો. જેથી તે કાણું વધારે મોટું થશે નહીં.
 • બેલ્ટના બક્કલ પર પારદર્શી નેઇલ પેઇન્ટ લગાવવાથી તેનો કલર બદલાઇ શકે છે.
 • તમારા જૂના શૂઝ અને સાધારણ જૂતાના તળિયાને રંગ-બેરંગી રંગ કરીને નવા બનાવી શકો છો. તેના માટે તમે ફિરોજી, નારંગી કે લાલ રંગ લગાવી શકો છો.