Lifestyle navratri garba Women should take special care of this
  • Home
  • Featured
  • રાતે ગરબા રમવા જતા સમયે મહિલાઓએ ખાસ ધ્યાનમાં રાખવી જોઇએ આ વાત

રાતે ગરબા રમવા જતા સમયે મહિલાઓએ ખાસ ધ્યાનમાં રાખવી જોઇએ આ વાત

 | 3:14 pm IST

નવરાત્રીના પર્વને આજે બીજો દિવસ છે. જ્યારે ખૈલૈયાઓ મન મુકીને ગરબા રમતા હોય છે. ઘણા સમયથી રાહ જોઇ રહેલા ખલૈયાઓ રાતે મોડા સુધી ગરબા રમે છે. પરંતું કેટલીક વખત મહિલાઓ ખેલૈયાઓએ પણ ઘણી વાતોનું ધ્યાન રાખવું પડતું હોય છે. રાતે ગરબા રમવા જતા સમયે મહિલાઓએ કેટલીક એવી વાતો હોય છે જેનુ ખાસ ધ્યાન રાખવાનું હોય છે . તે સિવાય તમારી સુરક્ષા માત્ર સરકાર અને સિસ્ટમના ભરોસે રહેલા કરતા તમારે આત્મરક્ષા અને પોતાની સુરક્ષા પ્રત્યે સતર્ક રહેવું જોઇએ. એવામાં તમે કેટલીક ટિપ્સ અજમાવી શકો છો.

ફોનમાં રાખો મહિલા સુરક્ષા એપ
મહિલાઓમાં આત્મ વિશ્વાસ હોવો જરૂરી છે. સાથે દરેક સ્થિતિનો સામનો કરવા માટે માનસિક રીતે તૈયાર હોવું જોઇએ. તે સિવાય મહિલાઓ સુરક્ષાને લગતી કેટલીક એપ્સ પોતાના ફોનમાં રાખવી જોઇએ. જરૂરત પડવા પર એપ ખોલતા જ લાલ બટન દબાવતા જ તમારી લોકેશન સીધી પોલીસ કંટ્રોલ રૂમમાં ખબર પડી શકે અને કંટ્રોલ રૂમથી તમને કોલ આવે છે તો તમે રિવર્સ કોલનો રિપ્લાય આપવામાં અસમર્થ છો તો પણ પોલીસ 4-5 મિનિટની અંદર તમારી લોકેશન પર પહોંચી જાય છે.

ડાયલ કરો વૂમન હેલ્પલાઇન નંબર 1091
મહિલાઓની સેફ્ટી માટે વૂમેન સેલ છે જે ચોવીસ કલાક સેવા માટે તૈયાર રહે છે. મહિલાઓ તેમની સુરક્ષા માટે 1091 પર કોલ કરી શકે છે. આ કોલ સીધા પોલીસ સ્ટેશનમાં આવે છે. જો કોઇ ઘટના ઘટી હોય તો ત્યાં લોકલ પોવીસ, મહિલા પોલીસ તરત પહોંચે છે. જ્યારે કોઇ અજાણ્યા વ્યક્તિ નજરે પડે, છેડતી કરી રહ્યા છે, ઘરેલુ વિવાદ, પતિ-પત્નીનો ઝઘડો સહિતની અન્ય ઘટના માટે તમે આ નંબરપર કોલ કરી શકો છો.

ખતરો ઓળખવાની ટ્રેનિંગ લો
મહિલાઓએ ખતરો ઓળખવાની ટ્રેનિંગ પણ લેવી જોઇએ. સાથે જે પોતાના બચાવા માટે કેટલીક બેસિક સેલ્ફ ડિફેન્સ ટેકનીકની યોગ્ય જાણકારી હોવી પણ જરૂરી છે. મુશ્કેલીના સમયમાં આપણે આપણું માનસિક સંતુલ બનાવી રાખવું જોઇએ અને તરત નિર્ણય કે એક્શન લો. તેમજ કોઇ અનિચ્છીય ઘટના ઘટે તે પહેલા તમે પોલીસને સૂચિત કરો અને તમે અવાજથી બોલી પણ શકો છો.

પબ્લિક પ્લેસ પર સજાગ રહો
મહત્વની વાત તમારા મોબાઇલને હંમેશા હેન્ડીમાં રાખો જેથી જરૂરત પડવા પર હેલ્પલાઇન નંબર તરત ડાયલ કરી શકો. કેબ કે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં હોવ તો હંમેશા સતર્ક રહો, બેસતા પહેલા ઓટો, કેબની નંબર પ્લેટની ફોટો ક્લિક કરીને પરિવારના સદસ્ય કે મિત્રને મોકલી દો. કેબ કે ઓટોમાં બેસતા પહેલા કોલ કરીને કહો કેબની નંબર પ્લેટનો ફોટો મોકલી દીધો છે.

પોતે જાગૃત રહો
સેલ્ફ ડિફેન્સ દરેક યુવતી અને મહિલાને આવડવું જોઇએ. તમારા બચાવમાં હેન્ડ અને લેગ મૂવમેન્ટ આવડવી જોઇએ. જેથી તમે તમારી સલામતી જાતે કરી શકો છો. દરેક મહિલાએ ઇમોશનલી સ્ટ્રોંગ હોવાની જરૂરી છે. ત્યારે જ તે પોતાની આત્મ સુરક્ષા કરી શકે છે.