Lifestyle Not to be expensive cleaner, bathroom smells will be removed from this thing
  • Home
  • Lifestyle
  • મોંઘા ક્લીનરથી નહીં, આ વસ્તુથી દૂર થશે બાથરૂમની દુર્ગંધ

મોંઘા ક્લીનરથી નહીં, આ વસ્તુથી દૂર થશે બાથરૂમની દુર્ગંધ

 | 2:30 pm IST

બાથરૂમ એક એવી જગ્યા છે જે જેટલી સ્વચ્છ હશે એટલું જ સ્વાસ્થ્ય માટે સારુ રહેશે. કારણકે ઘરમાં સૌથી વધારે બેક્ટેરિયા બાથરૂમમાં જ હોય છે. જે બીમારી ફેલાવવાનું કામ કરે છે. તેની સાથે જ ગંદુ બાથરૂમ કોઇનો પણ મૂડ ખરાબ કરી શકે છે. કેટલીક વખત તો તેની દુર્ગંધના કારણે લોકોની સામે શરમ અનુભવવી પડે છે. એવામાં બાથરૂમને સ્વચ્છ અને દુર્ગંધ રહિત રાખવા માટે મોંઘા-મોંઘા ક્લીનરનો ઉપયોગ કરે છે. પરંતુ કોઇ ફાયદો થતો નથી. એવામાં કેટલાક ઘરેલું ઉપાય કરીને તમે આ દુર્ગંધ દૂર કરી શકો છો.

લીંબુનો રસ
લીંબુનો રસ સુંદરતા વધરવાની સાથે બાથરૂમની દુર્ગંધ દૂર કરવાનું કામ પણ કરે છે. બાથરૂમની દુર્ગંધથી છૂટકારો મેળવવા માટે લીંબુનો થોડોક રસ ફ્લોર પર ઉમેરીને દરવાજો બંધ કરી લો. થોડાક સમય પછી સ્વચ્છ પાણીથી બાથરૂમને ધોઇ લો. આમ કરવાથી બાથરૂમ સાફ થવાની સાથે દુર્ગંધમુક્ત પણ થઇ જશે.

બેકિંગ સોડા
બેકિંગ સોડાથી પણ બાથરૂમમાંથી આવતી દુર્ગંધને દૂર કરી શકાય છે. એક બાઉલ બેકિંગ સોડા લેઇને તેને એક ડોલ પાણીમાં ઉમેરી લો. ત્યાર પછી આ પાણીને ફ્લોર પર ફેલાવી દો. થોડીક વખત પછી પાણીને ફેલાઇ રાખો અને ત્યાર પછી સ્વચ્છ પાણીથી બાથરૂમને સાફ કરી લો. આમ કરવાથી બાથરૂમમાંથી આવતી દુર્ગંધ દૂર થઇ શકે છે.

વિનેગર
વિનેગર પણ બાથરૂમની દુર્ગંધ દૂર કરવામાં મદદરૂપ છે. વિનેગરને પાણીમાં મિક્સ કરીને બાથરૂમમાં ફેલાવી દો. આમ કરવાથી દુર્ગંધ દૂર થવાની સાથે ફ્લોરમાં પણ ચમક આવી જશે.

સાબુનું પાણી
બાથરૂમની દુર્ગંધ દૂર કરવા માટે સૌથી સહેલો ઉપાય સુગંધિત ડિટર્જેંટ પાઉડરથી ફ્લોક ક્લીન કરવો. અઠવાડિયામાં બે-ત્રણ વખત આ ઉપાય કરવાથી હંમેશા માટે દુર્ગંધથી સમસ્યા દૂર થઇ શકે છે.