જૂના ટૂથબ્રશને ફેંકશો નહીં, આ રીતે કરો તેનો ઉપયોગ - Sandesh
NIFTY 10,511.80 -84.60  |  SENSEX 34,594.19 +-254.11  |  USD 68.0475 +0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • જૂના ટૂથબ્રશને ફેંકશો નહીં, આ રીતે કરો તેનો ઉપયોગ

જૂના ટૂથબ્રશને ફેંકશો નહીં, આ રીતે કરો તેનો ઉપયોગ

 | 3:18 pm IST

ટૂથબ્રશ જ્યારે જૂના થઇ જાય છે તો ખાસ કરીને લોકો તેને ફેંકી દે છે. કારણકે તેમને લાગે છે કે હવે તેનો કોઇ ઉપયોગ રહ્યો નથી. પરંતુ એવું નથી. તેનો ઉપયોગ ઘરના અનેક કામોમાં કરી શકાય છે. આજે અમે તમને જણાવીશું કે જૂના બ્રશનો ઉપયોગ કેવી રીતે કરી શકાય.

ગંદા જૂતા
જૂતાને સાફ કરવા માટે જૂના ટૂથબ્રશનો ઉપયોગ કરવો જોઇએ. સૌ પહેલા ટૂથબ્રશમાં થોડોક ડિટરજન્ટ લગાવી લો. હવે તેનાથી જૂતાને સાફ કરો. આમ કરવાથી જૂતા સહેલાઇથી સાફ થઇ જશે.

સ્ટવ
ગંદી સ્ટવને જૂના બ્રશથી સાફ કરો. સૌ પહેલા ટૂથ બ્રશને સાબુની ફીણમાં ડૂબા઼ડી અને રગડીને સાફ કરી લો. આમ કરવાથી તે સહેલાઇથી સાફ થઇ જશે.

કાંસકો
રોજ ગંદા કાંસકાનો ઉપયોગ કરાવથી ઇન્ફેક્શનનો ખતરો રહે છે. જેનું કારણ છે કે અઠવાડિયામાં ઓછામાં ઓછુ એક વખત જરૂરથી સાફ કરવી જોઇએ. કાંસકો સાફ કરવા માટે જૂના ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો જોઇએ. તે કાંસકામાં રહેલી ગંદકી નીકાળવામાં મદદરૂપ છે.

બાથરૂમ ટાઇલ્સ
તમારા બાથરૂમના ટાઇલ્સને પણ તમે ટૂથ બ્રશથી સાફ કરી શકો છો. ટાઇલ્સને સાફ કરવા માટે થોડોક ડિટરજન્ટ પાઉડર લો અને તેમા થોડોક લીંબુનો રસ ઉમેરી લો. આ રીતે ટાઇલ્સ સાફ કરવાથી તેની ગંદકી સાફ થઇ જાય છે.

સિંક અને બાથરૂમ આઉટલેટ
જૂના ટૂથ બ્રશથી સિંક અને બાથરૂમ આઉટલેટને પણ સહેલાઇથી સાફ કરી શકાય છે. બ્રશથી રગડીને સિંક અને ફોસટને સાફ કરો.

નેઇલ પોલિશ દૂર કરવા માટે
નેઇલ પોલિશ લગાવતા સમયે કેટલીક વખત તે નખની બહાર જતી રહે છે અને રંગ નખની કિનારીઓ પર રહી જાય છે. એવામાં બ્રશની મદદથી નખને સાફ કરી શકાય છે.

દાગીના સાફ કરવા માટે
સોના-ચાંદીના દાગીના સાફ કરવા માટે ટૂથ બ્રશનો ઉપયોગ કરી શકો છો. જેના માટે દાગીનાને હળવા ગરમ પાણીમાં પલાળીને રાખો અને તેને બ્રશની મદદથી ધીમે-ધીમે સાફ કરો. તેનાથી ઘરેણાં બિલકુવ નવા થઇ જશે.