લીલા મરચાંને તાજા રાખવા માટે ફોલો કરો આ ટિપ્સ - Sandesh
  • Home
  • Lifestyle
  • લીલા મરચાંને તાજા રાખવા માટે ફોલો કરો આ ટિપ્સ

લીલા મરચાંને તાજા રાખવા માટે ફોલો કરો આ ટિપ્સ

 | 8:13 pm IST

લીલા મરચાનો શાક તરીકે પણ ઉપયોગ થાય છે. ગુજરાતી વાનગીમાં લીલા મરચાં મહત્વનો ભાગ ભજવે છે. લીલા મરચાં ભોજનમાં ઉમેરવામાં આવે તો ભોજનનો સ્વાદ બમણો થઇ જાય છે. ભોજનમાં તીખાશ લાવનારા લીલા મરચા કેટલીક વાર જલદી ખરાબ થઇ જાય છે. તો આવો જોઇએ કેવી રીતે મરચાને વધારે સમય સુધી ટકાવી શકાય.

• લીલા મરચાંને સૌથી પહેલા બરાબર ધોઇને સાફ કરી લો.
• તે બાદ તેને કપડામાં કે સોકિંગ પેપરમાં લપેટીને સૂકવી દો.
• તે બાદ લીલા મરચાંના ડીટા તોડીને જિપ બેગમાં ભરીને મૂકી દો.
• જિપ બેગને થોડીક ખુલ્લી રાખવી જેથી ભેજ ન રહે
• લાંબા સમય માટે મરચાં રાખવા માટે ખરાબ મરચાને નીકાળી દો.
• જો કોઇપણ ખરાબ મરચાં હશે તો અન્ય મરચાં પણ ખરાબ થઇ શકે છે.
• તે સિવાય તમે લીલા મરચાંને મિક્સરમાં પીસી લો અને તેમા મીઠુ ઉમેરીને ફ્રીજમાં મૂકી દો. જરૂરિયાત પડવા પર ઉપયોગ કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.