પાણીમાં પલાળ્યા વગર ફટાફટ રાજમા બનાવવા ફોલો કરો આ Tips - Sandesh
NIFTY 11,429.50 -41.20  |  SENSEX 37,869.23 +-155.14  |  USD 68.8250 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • પાણીમાં પલાળ્યા વગર ફટાફટ રાજમા બનાવવા ફોલો કરો આ Tips

પાણીમાં પલાળ્યા વગર ફટાફટ રાજમા બનાવવા ફોલો કરો આ Tips

 | 1:28 pm IST

જો તમે રાત્રે રાજમા પલાળવાનું ભૂલી ગયા છો અને ઘરના સદસ્યોએ રાજમાં ખાવાની ફરમાઇશ કરી છે તો તમે પલાળ્યા વગર પણ ફટાફટ રાજમાં બનાવી શકો છો. આ રીતે રાજમાં બનાવવાથી તેના સ્વાદમાં વધારો થાય છે અને તે સહેલાઇથી બનાવી પણ શકાય છે.

જ્યારે તમે રાજમાં બનાવવા માંગો છો તો કુકરમાં રાજમાં, પાણીની સાથે સોપારી મિક્સ કરી દો. હવે કુકરની મીડિયમ આંચ પર 3 સીટી વાગવા દો. 5 મિનિટ બાદ ગેસની આંચ બંધ કરી દો. કુકરમાંથી હવા નીકળ્યા બાદ તેમા 1 ટ્રે બરફ મિક્સ કરી લો. તે બાદ ફરીથી 3થી 4 સીટી વાગે ત્યાં સુધી રહેવા દો. તમારા રાજમા તૈયાર છે.

તમે રાજમા બનાવતા પહેલા કોઇપણ વાસણમાં પાણી ગરમ કરી લો. ગરમ પાણીમાં રાજમાને અડધો કલાક સુધી ફુલવા દો. ત્યા સુંધી તમે રાજમાનો મસાલો તૈયાર કરી લો. તે બાદ તમે રાજમાને કુકરમાં ઉમેરી 5થી 6 સીટી વગાડીને ચઢાવી દો.

તે સિવાય ઝટપટ રાજમા બનાવવા માટે તમે બેકિંગ સોડાની સાથે પણ રાજમા બનાવી શકો છો. જેના માટે તમે કુકરમાં રાજમા અને પાણીની સાથે થોડોક સોડા મિક્સ કરી દો. સોડા મિક્સ કર્યા બાદ 5થી 6 સીટી વાગે ત્યા સુધી બાફી લો. તમારા રાજમા તૈયાર છે. ધ્યાન રાખો કે વધારે સોડા ઉમેરવાથી રાજમાનો સ્વાદ બગડી શકે છે. માટે જરૂરિયાત પ્રમાણે જ તેમા સોડા ઉમેરવો.