રસોડાના સિંકમાંથી આવતી દુર્ગંધને દૂર કરવા ફોલો કરો આ ટિપ્સ - Sandesh
NIFTY 10,772.05 +61.60  |  SENSEX 35,547.33 +260.59  |  USD 68.0700 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • રસોડાના સિંકમાંથી આવતી દુર્ગંધને દૂર કરવા ફોલો કરો આ ટિપ્સ

રસોડાના સિંકમાંથી આવતી દુર્ગંધને દૂર કરવા ફોલો કરો આ ટિપ્સ

 | 4:16 pm IST

આજકાલ ઘર અને ફ્લેટ એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે ઘરના દરેક ખૂણાનો ઉપયોગ કરી શકો. એવામાં ઘરના રસોડામાં સિંકને ફણ યોગ્ય જગ્યા પર લગાવવામાં આવે છે. કારણકે આપણ દરેક લોકો જાણીએ છીએ કે સિંક જ તે માધ્યમ છે જેના દ્વારા આપણે રસોડામાં કેટલાક કામ કરી શકીએ છીએ. વધેલું શાક, સૂપ કે અન્ય કોઇ લિક્વિ઼ડ વસ્તુ આપણે સિંકમાં ઢોળી દઇએ છીએ. તો એવામા કેટલીક વખત તેમાથી દુર્ગંધ આવવા લાગે છે. તો સિંકને યોગ્ય સમયે સાફ કરવું જરૂરી છે. તો આવો જોઇએ કેટલાક એવા ઘરેલું ઉપાય જેનાથી તમે સહેલાઇથી સિંક સાફ કરી શકો છો.

બેસિક ક્લીનિંગ ડ્રાઇલ
સૌ પ્રથમ તમે મતારા સિંકમાંથી ગંદા વાસણ દૂર કરી લો. ત્યાર પછી ફેલાયેલી ગંદકીને સાફ કરી લો. જે ગંદકી જાળીમાં ભરાઇ જાય છે. તેને તમારા હાથથી નીકાળીને ડસ્ટબીનમાં નાખી દો. હવે જાળી ખોલીને તેમા ભરાયેલી ગંદકીને પાણીની મદદથી સાફ કરી લો.

બેકિંગ સોડા
ખાસ કરીને લોકો ઘરમાં સ્ટેનલેસ સ્ટીલથી બનાવવામાં આવેલા સિંકનો ઉપયોગ કરે છે જે ટકાઉ હોય છે. આ સિંકને ક્લીન કરવું ખૂબ સહેલું હોય છે. તેને સાફ કરવા માટે તમે આખા સિંકમાં બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. બેકિંગ સોડાને આખા સિંકમાં છાંટી દો અને 5 મિનિટ બાદ તમે સ્ક્રબની મદદથી સિંકને રગડીને સાફ કરી લો, આમ કરવાથી તમે સહેલાઇથી તેને સાફ કરી શકો છો અને સિંક ચમકદાર બનાવી શકો છો.

વિનેગર
જો તમારા સિંકમાં એવા ડાઘ લાગી ગયા છે જે સહેલાઇથી નથી જઇ રહ્યા તો તમે વિનેગરનો પણ ઉપયોગ કરી શકો છો. ચા-કોફી તે ગ્રેવીના ડાઘ પર વિનેગર છાંટો અને તેને સ્ક્રબ અને પાણીથી રગડીને સાફ કરી લો. તેનાથી સિંક ક્લીન થઇ જશે અને ગંદકી પણ નીકળી જશે.

દુર્ગંધ દૂર કરો
કેટલીક વખત સિંકમાંથી ભયાનક દુર્ગંધ આવતી હોય છે તો તેને દૂર કરવા માટે તમે લીંબુ કે નારંગીની છાલ લો અને તેને આખા સિંક પર રગડી દો. થોડીક વાર બાદ તેને પાણીથી સાફ કરી લો. આમ કરવાથી સિંકમાંથી આવતી દુર્ગંધ દૂર થઇ જશે.