Lifestyle Side Effects OF vinegar
  • Home
  • Featured
  • ભોજનનો સ્વાદ વધારનાર વિનેગરથી થાય છે આટલા બધા નુકસાન

ભોજનનો સ્વાદ વધારનાર વિનેગરથી થાય છે આટલા બધા નુકસાન

 | 6:21 pm IST

ભોજનનો સ્વાદ વધારનાર વિનેગરનો ઉપયોગ અનેક રીતે કરવામાં આવે છે. ખાસ કરીને વિનેગરનો ચાઇનીઝ ખાવાનામાં ઉપયોગમાં લેવામાં આવે છે. જેમ કે, અથાણું, સૉસ, ચાઉમીન, મન્ચુરિયન, ફ્રાઇડ રાઇસ સહિતના ખાવાનામાં તેનો ઉપયોગ થાય છે. તેનાથી ખાવાનું ચટપટું અને ટેસ્ટી બને છે. પરંતુ શુ તમે જાણો છો કે તેનાથી તમારું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. તો ચાલો જોઇએ વિનેગરથી થતા કેટલાક નુકસાન અંગે..

ખાસ કરીને જો વિનેગરની વાત કરીએ તો તેમાં ખટાશ હોય છે. તો કેટલીક વખત આ ખટાશના કારણે તમને એસીડીટીની સમસ્યા થઇ શકે છે.સ

– વિનેગરનો વધારે ઉપયોગ કરવાથી છાતી અને ગળામાં બળતરા થઇ શકે છે.
– ગેસની સમસ્યા થવાની પણ સંભાવના થઇ શકે છે.
– તેમા રહેલા એસિડ દાંતના એનામલને પણ નષ્ટ કરી દે છે.
– કેટલીક વખત તેના સેવનથી ત્વચામાં પણ બળતરા થવા લાગે છે.
– તે સિવાય જરૂરિયાતથી વધારે તેનો ઉપયોગ કરવાથી પાચનક્રિયાને પણ અસર થઇ શકે છે.