Lifestyle Soup is thicker ,try these tips as thin
  • Home
  • Featured
  • સૂપ થઇ ગયો છે પાતળો તો આ ટિપ્સ અજમાવીને કરો ઘટ્ટ

સૂપ થઇ ગયો છે પાતળો તો આ ટિપ્સ અજમાવીને કરો ઘટ્ટ

 | 5:52 pm IST

શિયાળામાં ખૂબ જ ઠંડી હોય છે જેને કારણે લોકો તેમના ઘરે જાતજાતના સૂપ બનાવે છે. પરંતુ કેટલીક વખત તમારાથી આ સૂપ હોટલ જેવો નહીં પરંતુ ખૂબ જ પાતળો બને છે. પરંતુ જો તમે આ સૂપને ઘટ્ટ બનાવવા માંગો છો તો અમે તમારા માટે કેટલીક ટિપ્સ લઇને આવ્યા છીએ. જેનાથી તમે પાતળા સૂપને ઘટ્ટ બનાવી શકો છો. તો ચાલો જોઇએ કેવીરીતે બનાવાય સૂપને ઘટ્ટ..

– સૂપને ઘટ્ટ બનાવવા માટે તમે તેમા ક્રીમ મિક્સ કરી શકો છો. ક્રીમ સૂપને ઘટ્ટ તો બનાવે જ છે સાથે જ તેને એક અલગ ફ્લેવર પણ આપે છે.

– થોડૂક સૂપ અલગથી નીકાળીને યોગ્ય રીતે ફેટી લો.

– બ્રેડની થોડીક સ્લાઇસ ઉમેરીને પણ તમે સૂપને ઘટ્ટ બનાવી શકો છો. બ્રેડના ટૂકડા કરીને તમે તેને સૂપની સાથે જ એક બાઉલમાં ઉમેરીને થોડીક વાર રાખો અને ત્યાર પછી સૂપ વાળા વાસણમાં ઉમેરી લો.

– ઘટ્ટ દહીં ઉમેરીને પણ તમે સૂપમાં ઘટ્ટપણું લાવી શકો છો. તેનાથી સૂપના સ્વાદમાં જરાય ખટાશ પણ આવી જાય છે.

– કોર્ન ફ્લોરથી પણ સૂપને પણ ઘટ્ટ બનાવી શકાય છે.

– નારિયેળ દૂધ મિક્સ કરવાથી પણ સૂપ ઘટ્ટ થાય છે જે એક બેસ્ટ ઓપ્શન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન