એક અનોખી પરંપરા, ભાઇ-બહેન પાણીને સાક્ષી માની કરે છે લગ્ન - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • એક અનોખી પરંપરા, ભાઇ-બહેન પાણીને સાક્ષી માની કરે છે લગ્ન

એક અનોખી પરંપરા, ભાઇ-બહેન પાણીને સાક્ષી માની કરે છે લગ્ન

 | 12:18 pm IST

લગ્ન જેવા બંધનમાં બંધાઇને લોકો આખી જીંદગી એકબીજાના થઇ જાય છે. દેશભરમાં લગ્નને લઇને પણ અલગ-અલગ પ્રકારની પરંપરાઓ અને રિત-રિવાજો નીભાવવામાં આવે છે. જેને લોકો પ્રાચીન સમયથી નીભાવી રહ્યા છે. જ્યારે દુનિયામાં કેટલીક પરંપરાઓ એવી પણ છે જે અંગો જાણીને તમેન હેરાની પણ થશે. આજે અમે તમને છત્તીસગઢના આદિવાસીઓની એક એવી અજીબ પરંપરા અંગે જણાવવા જઇ રહ્યા છીએ જેને જાણીને તમે પણ હેરાન થઇ જશો. તો આવો જોઇએ લગ્નને લઇને છત્તીસગઢમાં નીભાવવામાં આવતી આ અજીબ પરંપરા શુ છે.


છત્તીસગઢના ટ્રાઇબર એરિયા ધુરવા જનજાનિતાન લોકોમાં લોહીના સંબંધ માનવામાં આવતા નથી. જેને લઇને આ જનજાતિના લોકો બહેનની પુત્રીથી પોતાના પુત્રનો સંબંધ નક્કી કરે છે. લગ્ન માટે ફક્ત ઘરના લોકોની જ મરજી પૂછવામાં આવેછે. આ લગ્ન સંબંધને લઇને આપત્તિ વ્યક્ત કરવા પર દંડ લગાવવામાં આવે છે. છત્તીસગઢના ટ્રાઇબલ એરિયામાં લગ્નને લઇને આજે પણ આ અજીબ માન્યતાનું પાલન કરવામાં આવે છે.


ભાઇ – બહેનથી લગ્ન સિવાય આ ગામના લોકો અન્ય એક અજીબ પરંપરાનું પણ પાલન કરે છે. જેને લઇને વર-વધૂ લગ્ન માટે અગ્નિના નહીં પરંતુ પાણીને સાક્ષી માનીને ફેરા લે છે. અંહી કોઇપણ પ્રસંગ દરમિયાન પાણી અને વૃક્ષની પૂજા કરવામાં આવે છે. તે સિવાય વર-વધૂ જ્યારે લગ્નના ફેરા લે છે ત્યારે આખા ગામના લોકો આ લગ્નમાં સામેલ થાય છે.