ઉત્તર પ્રદેશ : આ ગામમાં સાપ કરે છે ભગવાન શિવની પૂજા - Sandesh
  • Home
  • Lifestyle
  • ઉત્તર પ્રદેશ : આ ગામમાં સાપ કરે છે ભગવાન શિવની પૂજા

ઉત્તર પ્રદેશ : આ ગામમાં સાપ કરે છે ભગવાન શિવની પૂજા

 | 4:16 pm IST

ભારતમાં ઘણાં એવા મંદીરો છે જે તેમની અલગ- અલગ પરંપરાઓને લઇને દુનિયામાં મશહૂર છે. તો ઘણા મંદિરમાં ભગવાનની પૂજા માટે જુદી જુદી રીત અપનાવવામાં આવ છે. પરંતુ આજે અમે તમને એક એવાં મંદિર અંગે જણાવી રહ્યા છે. જ્યાં કોઇ પૂજારી નહીં પરંતું એક સાપ શિવલીંગની પૂજા કરે છે. આ મંદિરની આજ રસપ્રદ વાતને લઇને ઘણા પ્રવાસીઓ અહીં શિવરાત્રી પર દર્શન કરવા માટે આવે છે. આવો જોઇએ આ મંદિરને લઇને ઘણી એવી વાતો છે જે જાણીને તમને પણ આશ્વર્ય થશે.

ઉત્તર પ્રદેશના આગરા પાસે સ્થિત ગામ સલેમાબાદમાં ભગવાન શિવનું એક પ્રાચીન મંદિર આવેલું છે. જ્યારે ભગવાન શિવની પૂજા કરવા માટે એક નાગ 15 વર્ષથી રોજ પૂજા કરવા માટે આવે છે. આ નાગ રોડ મંદિરમાં આશરે 5 કલાક સુધી રોકાય છે અને ભગવાનની પૂજા કરે છે. વૈજ્ઞાનિકો માટે આ નાગ એક જિજ્ઞાસાનો વિષય બની ગયો છે.

નાગ આ મંદિરમાં આશરે 10 વાગ્યે આવે છે અને બપોરે 3 વાગ્યે જતા રહે છે. લોતો આ મંદિર અને નાગના દર્શન કરવા દૂર દૂરથી આવે છે. શ્રદ્ધાળુઓને આ વાતથી કોઇ ભય નથી. તેમજ આ નાગે કોઇ દિવસ શ્રદ્ધાળુઓને નુક્શાન પહોંચાડ્યું છે. પૌરાણિક માન્યતા અનુસાર આ મંદિરમાં ભગવાન શિવની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ કારણથી શ્રદ્ઘાળુઓ દર્શન કરવા માટે આવે છે. જોકે આ મંદિરમાં નાગના પ્રવેશ કર્યા બાદ મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવે છે.નાગના ગયા પછી લોકોને શિવ દર્શન માટે અંદર જવા દેવામાં આવે છે.