અજીબો-ગરીબ રિવાજ! વરસાદ લાવવા માટે અંહી લોકો કરે છે આ કામ - Sandesh
  • Home
  • Lifestyle
  • અજીબો-ગરીબ રિવાજ! વરસાદ લાવવા માટે અંહી લોકો કરે છે આ કામ

અજીબો-ગરીબ રિવાજ! વરસાદ લાવવા માટે અંહી લોકો કરે છે આ કામ

 | 3:03 pm IST

પાણી દરેક લોકો માટે ખૂબ જરૂરી હોય છે. પરંતુ કેટલાક લોકોને તેની કોઇ કિંમત નથી હોતી. દુનિયાને કેટલીક જગ્યાઓમાં લોકો પાણી માટે પણ તરસ્યા હોય છે. કેટલાક ગામ તો એવા હોય છે કે જ્યાં વરસાદ પણ ખૂબ મુશ્કેલીથી થાય છે. ભારતના કેટલાક ગામમાં વરસાદ માટે લોકો અજીબો ગરીબ ટોટકા કરે છે. વરસાદ માટે લોકો નિર્વસ્ત્ર થઇને હળ ચલાવવાથી લઇને દેડકાંઓના લગ્ન કરાવવા જેવા રિવાજ હોય છે. આજે અમે તમને ભારતના ગામમાં વરસાદ લાવવા માટે કરવામાં આવતી કેટલીક પરંપરાઓ અંગે જણાવવા જઇ રહ્યા છીએ. તો આવો જોઇએ વરસાદ લાવવા માટે ભારતમાં નીભાવવામાં આવતી આ અજીબો ગરીબ પરંપરાઓ અંગે..

નિર્વસ્ત્ર થઇને હળ ચલાવવું
ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના કેટલાક ગામમાં વરસાદ લાવવા માટે મહિલાઓ નિર્વસ્ત્ર થઇને હળ ચલાવે છે. રાત્રિના સમયે મહિલાઓ નિર્વસ્ત્ર થઇને હલ ચલાવે છે અને આ દરમિયાન પુરૂષોને અંહી આવવા દેવામાં આવતા નથી.

જાન નીકાળવાનો રિવાજ
મધ્યપ્રદેશ ઇંદોરના એક ગામમાં લોકોનું માનવું છે કે તો તે લોકો અજીબો ગરીબ વરઘોડો નીકાળશે તો વરસાદ થશે. તેના માટે ખેડૂત અને વેપારી મળીને વરરાજાને ગધેડાં પર બેસાડે છે અને મસ્ત થઇને ડાન્સ કરતા કરતા વરઘોડો નીકાળે છે. તેમનું માનવું છે કે આમ કરવાથી ઇન્દ્રદેવ પ્રસન્ન થાય છે.

દેડકાંના લગ્ન કરાવવા
મહારાષ્ટ્ર અને અસમના ગામમાં વરસાદ લાવવા માટે લોકો હિન્દુ રીતિ-રિવાજથી દેડકાઓના લગ્ન કરાવે છે. તેમનું માનવું છે કે આમ કરવાથી વરસાદ થવા લાગે છે.

ભગવાન શિવની પૂજા
મધ્યપ્રદેશના કેટલાક ગામમાં માન્યતા છે કે તે શિવલિંગને પાણીમાં ડૂબાડીને રાખશે તો વરસાદ થવા લાગશે. જેથી ગામના લોકો મળીને શિવલિંહને પાણીમાં ડૂબાડી દે છે.

કીચડમાં સૂઇને પ્રાર્થના કરવી
યુપીના એક ગામમાં લોકો ભગવાનથી કિચડમાં સૂઇને પ્રાર્થના કરે છે કે જેથી વરસાદ જલદી આવે. તેમનું માનવું છે કે આમ કરવાથી ભગવાન શિવ ખુશ થઇ જાય છે.