ઉનાળામાં AC અને કૂલરથી નહી, આ રીતે ઘરને રાખો ઠંડું - Sandesh
  • Home
  • Lifestyle
  • ઉનાળામાં AC અને કૂલરથી નહી, આ રીતે ઘરને રાખો ઠંડું

ઉનાળામાં AC અને કૂલરથી નહી, આ રીતે ઘરને રાખો ઠંડું

 | 3:32 pm IST

ગરમીની ઋતુની શરૂઆત થઇ ગઇ છે અને સાથે જ એસી અને કુલરના ખર્ચા પણ આવી ગયા છે. લોકોએ તેમના ઘરને ઠંડુ રાખવા માટે કુલર અને એસી પણ ચાલું કરી દીધા છે. પરંતુ શુ તમે જાણો છો કે આખો દિવસ એસીમાં બેસી રહેવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. એવામાં જરૂરી નથી કે તમે ઘરને ઠંડુ રાખવા માટે એસી અને કૂલરનો જ ઉપયોગ કરો. તેના માટે તમે કેટલાક કુદરતી ઉપાય પણ કરી શકો છો. આજે અમે તમને કેટલાક એવા ટિપ્સ આપવા જઇ રહ્યા છીએ જે આકરી ગરમીમાં પણ તમારા ઘરને કુદરતી રીતે ઠંડુ રાખશે.

છતને ઠંડી રાખો
ઘરની છક પર વધારે ડાર્ક ન કરો. કારણકે તે જલ્દી ગરમ થઇ જાય છે. ઘરને ઠંડુ રાખવા માટે છત પર સફેદ કલર કે પીઓપી કરાવો, સ્પેસ એડમિનિસ્ટ્રેશન અનુસાર આમ કરવાથી ઘર 70-80 ટકા ઠંડુ રહે છે. સપેદ રંગ રિફ્લેક્ટરનું કામ કરે છે.

આછા રંગની બેડ શીટ
ગરમીની ઋતુમાં હંમેશા કોટન બેડશીટ અને પડદાનો ઉપયોગ કરો. કોટન ફેબ્રિક અને લાઇટ કલરના પડદા લગાવવાથી ઘરમાં ઠંડક રહે છે.

ઇકો ફ્રેન્ડલી ઘર
જો તમે ઘર નવું બનાવી રહ્યા છો તો પહેલા તેમા ઇકોલ ફ્રેન઼્ડલી કામ કરાવો. ઘર બનાવવા માટે હંમેશા રેનવોટર હોર્વેસ્ટિંગ, સોલર વોટર હીટિંગ સિસ્ટમ, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન જેવી વસ્તુઓ પર ફોકસ કરો. જેનાથી ઘર ગરમીની ઋતુમાં ઠંડુ રહે છે.

પાણીનો છંટકાવ
ખાસ કરીને દિવસના સમયે તમે બારીના દરવાજા બંધ રાખો છો અને સાંજના સમયે તેને ખોલવાની જગ્યાએ બંધ કરી દો છો. તેની જગ્યાએ તમે દરવાજા અને બારીઓને સવાર-સાંજ ખોલી દો. તે સિવાય ઘરની છત પર પાણીનો છંટકાવ પણ કરો. આ ઉપાય તમારા ઘરના કુદરતી રીતે ઠંડુ રાખશે.

છોડથી ઠંડક
તમારા ઘરના ગાર્ડન કે રૂમમાં અંદર ઠંડક આપવા માટે છોડ લગાવો, ઘરના મેન ગેટની આસપાસ છોડ રાખવાથી ગરમીની અસર ખૂબ ઓછી થઇ શકે છે. વૃક્ષ અને છોડના કારણે ઘરનું તાપમાન 6-7 ડિગ્રી ઓછું રહે છે. જે ધરને ઠંડુ રાખવા માટે ખૂબ ઉપયોગી છે.