જાણો ક્યાં કેવી રીતે બનાવાય છે માલપુઆ, આટલા વર્ષ જૂનો છે ઇતિહાસ

ભારતીય ખાણી-પીણી સદીઓથી તેના સ્વાદમાં અલગ-અલગ રીતે જાણીતી છે. જેમાથી એક છે માલપુઆ. માલપુઆનું નામ તો તમે સાંભળ્યું હશે. પરંતુ શુ તમે જાણો છો તેનો ઇતિહાસ? માલપુઆ સૌથી જુની ભારતીય મિઠાઇ છે. તે ન માત્ર ભારતમાં પરંતુ બાંગ્લાદેશ, નેપાલ (મરપા) અને પાકિસ્તાનમાં પણ ખૂબ પ્રખ્યાત છે.
માલ પુઆ એક પ્રકારની પેન કેક છે. જેને મેંદાથી બનાવવામાં આવે છે. જે દેશી ઘીમાં તળીને, ચાસણીમાં ડૂબાડીને નીકાળવામાં આવે છે. ભારતમાં તેને ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરી કે ઉપર રબડી ઉમેરીને સર્વ કરી શકાય છે.
જણાવી દઇએ કે સૌથી પહેલા રિગ વેદમાં માલપુઆનો ઉલ્લેખ ‘અપુપા’ના નામથી કરવામાં આવ્યો હતો. જ્યારે તેને જવથી બનાવવામાં આવતો હતો. દેશી ઘીમાં તળીને અને મધમાં ડૂબાડીને પીરસવામાં આવતું હતું.
તે બાદ તેને ધીમે-ધીમે 2 BCમાં તેને લોટથી બનાવવામાં આવતા. લોટમાં દૂધ, માખણ, ખાંડ, ઇલાયચી, કાળામરી અને આદુ મિક્સ કરીને તેને બનાવવામાં આવતા હતા. 2Bcમાં તે પુપાલિકે નાનનામથી એક વખત ફરીથી સામે આવ્યા. ત્યારે તેમા ગોળની સ્ટફિંગ ભરવામાં આવતી હતી. તેને સ્ટફ્ડ અપુપા પણ કહેવામાં આવે છે.
તે બાદ પાકિસ્તાનમાં તેને ઇંડાથી બનાવવામાં આવ્યા. ત્યાં આ ડિશને ‘માલપુઆ વિથ એગ માવા’ તરીકે બનાવવામાં આવ્યા. પાકિસ્તાનમાં તેને ખાસ તહેવાર પર બનાવવાની શરૂઆત થઇ.
આ દરેક બદલાવ બાદ આજે માલપુઆના નામથી ભારતમાં પ્રખ્યાત છે. જેને હવે હોળી, દિવાળી દરેક તહેવારમાં બનાવવામાં આવે છે. ભારતના દરેક ખૂણામાં તેને બનાવવાની અલગ-અલગ રીત છે. પરંતુ તેનો સ્વાદ એક જ હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન