Lifestyle The mosquitoes will not even come around you, put them in the house
  • Home
  • Lifestyle
  • તમારી આસપાસ પણ નહીં આવે મચ્છરો, ઘરમાં મૂકો આ છોડ

તમારી આસપાસ પણ નહીં આવે મચ્છરો, ઘરમાં મૂકો આ છોડ

 | 2:53 pm IST

વરસાદની ઋતુ દરેક લોકોને ખૂબ જ ગમે છે. પરંતુ વરસાદ તેની સાથે કેટલીક સમસ્યાઓ પણ લઇને આવે છે. વરસાદની ઋતુમાં મચ્છરોની સમસ્યા દરેક લોકોને હોય છે. રાત્રે કાનની આસપાસ આવીને અવાજ કરે છે અને મચ્છરના કારણે આપણી ઊંઘ પણ પૂરી થતી નથી. તો મચ્છર કરડવા પર મલેરિયા, ડેંગ્યુ અને ચિકનગુનિયા જેવી જીવલેણ બીમારીઓ થઇ શકે છે. જો તમે પણ તમારા ઘરથી મચ્છરને દૂર રાખવા માંગો છો અને આ દરેક બીમારીના ખતરાથી બચવા માંગો છો તો આજે અમે તમને કેટલાક એવા છોડ અંગે જણાવીશું જેનાથી ફક્ત મચ્છર દૂર થશે પરંતુ ઘરની સુંદરતામાં પણ વધારો થઇ શકે છે.


સિટ્રોનેલા (Citronella Grass)

તમે આ છોડને ઘરમાં બનેલા ગાર્ડનમાં લગાવી શકો છો. કારણકે તેનાથી મચ્છર હંમેશા દૂર રહે છે અને તે સિવાય તમે ઇચ્છો તો આ છોડના તેલથી બનેલી અગરબ્તતીનો ઉપયોગ પણ કરી શકો છો. જેની સુગંધથી મચ્છર દૂર ભાગશે.

પેટૂનિયા (Petunias)
આ ખૂબ સુંદર ફુલનો છોડ છે. જે ન ફક્ત ગાર્ડન કે ઘરમાં સારો લાગે છે. પંરતુ મચ્છરની સમસ્યા માટે પણ બેસ્ટ માનવામાં આવે છે. આ ફુલ બારેમાસ થાય છે. જેને કુદરતી જીવાણુંનાશક પણ કહેવામાં આવે છે.

લેવેન્ડર (Lavender)
લેવેન્ડરની સુગંધ મચ્છરોને ઘરમાં જવાથી રોકે છે. આ છોડને તમે ગાર્ડન કે કૂંડામાં લગાવીને તેમજ ઘરમાં પણ રાખી શકો છો. જે રૂમની સુંદરતા વધવાની સાથે મચ્છર ભગાડવામાં પણ ઉપયોગી છે.

લેમન ગ્રાસ (lemon grass)
લેમન ગ્રાસ જે જગ્યા પર લગાવવામાં આવે ત્યાં મચ્છરોનું રહેવું ખૂબ મુશ્કેલ થઇ જાય છે. આ ઘાસ થોડાક લાંબા છે. જેનીથ તેને મોટા કન્ટેનર વાળા કૂંડામાં જ લગાવવા જોઇએ અને મચ્છરની સમસ્યાથી પણ રાહત મળે છે.

ફુદીનો (Mint)
આ પેટની બીમારીઓ દૂર કરવાની સાથે મચ્છરોને દૂર કરવામાં ખૂબ અસરકારક છે. જો તમે પણ તમારા ઘરમાંથી મચ્છરને દૂર રાખવા માંગો છો તો તુલસીના છોડ પણ લગાવી શકો છો.