ઘરમાં લગાવો આ છોડ અને બીમારીઓને કહો બાય-બાય - Sandesh
NIFTY 11,355.75 -73.75  |  SENSEX 37,644.90 +-224.33  |  USD 69.9325 +1.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • ઘરમાં લગાવો આ છોડ અને બીમારીઓને કહો બાય-બાય

ઘરમાં લગાવો આ છોડ અને બીમારીઓને કહો બાય-બાય

 | 4:48 pm IST

ગરમીની ઋતુમાં ઘરમાં લગાવવામાં આવેલા છોડ અને વૃક્ષો ખૂબ સારા લાગે છે. ઘરની સુંદરતા વધારવાની સાથે જ તે આ છોડ ઘરના વાતાવણને પણ શુદ્ધ રાખવાનું કામ કરે છે. આજે અમે તમને જણાવીશું કે કેટલાક એવા છોડ અંગે જેનો રોજ ઉપયોગ કરવાથી તમે કેટલીક બીમારીઓથી બચી શકો છો. ખાસ વાત તો એ છે કે તમે આ છોડ અને વૃક્ષ તમારા ઘરની અંદર પણ ઉગાવી શકો છો.

ફુદીનો
ફુદીનો સહેલાઇખી ઘરમાં કોઇપમ જગ્યા પર ઉગાડવામાં આવી શકે છે. તેની સુગંધ ઘરના વાતાવરણને શુદ્ધ રાખવાનું કામ કરે છે. સાથે જ તેના પાનને ચાવવાથી પાચનતંત્ર મજબૂત થાય છે. ગરમીની ઋતુમાં રોજ ફુદીનાના બે પાન ચાવવાથી શરીરમાં ગરમી થતી નથી.

લીમડાના પાન
લીમડાને પાનને તમને કોઇપણ નાના-નાના કૂંડામાં લગાવીને રાખી શકો છો. તેને ખાવથી શરીરમાં આર્યન અને ફોલિક એસિડની ઉણપ થકતી નથી.

કોથમીર
કોથમીર લગાવવાથી કોઇ પણ મોટા કુંડાની જરૂરિયાત હોતી નથી. કેને નાનામાં કપ કે કોઇ કૂંડમાં પણ ઉગાડી શકાય છે. ડાયાબિટીવા દર્દીઓ માટે કોથમીર ખૂબ ફાયદાકારક હોય છે.

તુલસી
ઘરમાં તુલસી ઉગાડવામાં આવે તો તેને શુભ માનવામાં આવે છે અને સ્વાસ્થ્ય માટે પણ તે બેસ્ટ છે. તેની સુંગંધમાં રહેલા એસ્ટ્રોન આપણા માનસિક સંતુલનને બનાવી રાખે છે. તે સિવાય તેની સુગંધ આપણા ઘરના વાતાવરણ શુદ્ધ રાખાવનું કામ કરે છે.