Lifestyle This is also done with women discrimination, knowing will be angry
  • Home
  • Featured
  • આ વાતમાં પણ મહિલાઓ સાથે કરવામાં આવે છે ભેદભાવ, જાણીને આવશે ગુસ્સો

આ વાતમાં પણ મહિલાઓ સાથે કરવામાં આવે છે ભેદભાવ, જાણીને આવશે ગુસ્સો

 | 3:42 pm IST

જે મહિલાઓને એવું લાગે છે કે તેમના જીન્સનું ખીસું નાનું છે. તે ખરેખર ખોટું છે. એક શોધ અનુસાર મહિલાઓની જીન્સના ખીસા પુરૂશોના જીન્સના ખીસાથી 48 ટકા નાના હોય છે. સાથે જ 6.5 ટકા સાંકળી હોય પણ હોય છે. જે એટલા નાના હોય છે કે તેમા કઇ મૂકી શકાતું નથી. એટલું જ નહીં તેમા એક પેન પણ મૂકી શકાતી નથી.

જીન્સના ફ્રન્ટ પોકેટ્સ પર કરવામાં આવેલા અભ્યાસમાં આ વાત સામે આવી છે કે પુરૂષોના ખીસાની લંબાઇ 9.1 ઇંચ અને પહોળાઇ 6.4 ઇંચ હોય છે. જ્યારે મહિલાઓની પોકેટની લંબાઇ 5.6 અને પહોળાઇ 6 ઇંચ હોય છે. જે એટલા નાના હોય છે કે પુરૂષોની જેમ મહિલાઓ તેમા હાથ પણ નાખી શકતી નથી.

40 ટકા મહિલાઓની જીન્સના ફ્રન્ટ પોકેટમાં આઇફોન X પણ આવી શકતો નથી. જ્યારે દરેક પુરૂષોના ફ્રન્ટ પોકેટમાં iPhone X સહેલાઇથી આવી શકે છે. જ્યારે ગૂગલ પિક્સલ ફક્ત 5 ટકા મહિલાઓની જીન્સમાં આવે છે. જ્યારે પુરૂષોની ફિગર તેમા 85 ટકા છે.