બ્રા ધોતા સમયે રાખો આ ખાસ વાતોનું ધ્યાન - Sandesh
  • Home
  • Lifestyle
  • બ્રા ધોતા સમયે રાખો આ ખાસ વાતોનું ધ્યાન

બ્રા ધોતા સમયે રાખો આ ખાસ વાતોનું ધ્યાન

 | 3:17 pm IST

મહિલાઓ અને યુવતીના વોરડ્રોબમાં રાખેલા કપડાનો સૌથી મહત્વનો ભાગ બ્રા છે. જેના વગર તે તેના આકા દિવસની લાઇફને ઇમેજિન પણ કરી શકતી નથી. કેટલીક વખત યુવતીઓ ડ્રેસથી મેચિંગ કે કંફર્ટ લેવલના હિસાબથી મોંધી બ્રા ખરીદે છે. પરંતુ તેને યોગ્ય રીતે ન ધોવાથી તે ખરાબ થઇ જાય છે. ખાસ કરીને વાયર્ડ અને અંડર વાયર્ડ બ્રા ખરાબ થઇ જાય છે. એવામાં બ્રા ધોતા સમયે આ પાંચ વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે અને તમે તમારી મોંઘી બ્રાને ખરાબ થવાથી બચાવી શકો છો.

• કેટલીક વખત તમે જોયું હશે કે ધોઇ લીધા બાદ બ્રાના હૂક તૂટી ગયા હોય છે. આ સામાન્ય સમસ્યા છે જેનું ખાસ કરીને મહિલાઓ સામનો કરે છે.જોકે તમે જ્યારે તમારી બ્રા ધોવા માટે વોશિંગ મશીનમાં નાખો છો. તો બ્રાનો હૂક કપડામાં ફસાઇને ખેંચાય છે અને તૂટી જાય છે. એવામાં બ્રાને હંમેશા ધોતા પહેલા તેનો હૂંક બંધ કરીને વોશિંગ મશીનમાં ધોવા મૂકો.

• આ સાંભળવામાં ભલે મુશ્કેલ લાગે પરંતુ તમારી બ્રા માટે બેસ્ટ છે કે તેને વોશિંગ મશીનમાં ધોવાની જગ્યાએ તેને હાથથી ધુઓ. જેથી તમારી મનગમતી બ્રા લાંબો સમય સુધી ખરાબ નહીં થાય.

• જો તમે વિચારો છો કે ઓનલાઇન શોપિંગ પોર્ટલ ફક્ત તેમની સેલ વધારવા માટે કેટલીક વસ્તુનો પ્રચાર કરે છે. પરંતુ શુ તમે ક્યારે વિચાર્યું કે આ વસ્તુ આપણા માટે કેટલી મહત્વની છે. બ્રા વોશિંગ બેગ ધીમે-ધીમે વધારે ફેમસ થઇ રહ્યા છે. ફક્ત એટલા માટે જ નહીં કે તે આપણને કામમાં આવે છે. બ્રાને સીધા વોશિંગ મશીનમાં રાખવાની જગ્યાએ વોશિંગ બેગમાં ઉમેરીને વોશિંગ મશીનમાં રાખો. તેનાથી બ્રા ખરાબ થવાથી બચી જશે.

• કેટલાક લોકોને લાગે છે કે ગરમ પાણીથી કપડા ધોવાથી કપડા બરાબર સાફ થઇ જાય છે અને તેમાથી બેક્ટેરિયા પણ નીકળી જાય છે. એવામા જો તમે ગરમ પાણીથી તમારી બ્રા ધુઓ છો તો ભૂલ કરો છો. ગરમ પાણીના ઉપયોગથી બ્રામાં લાગેલું ઇલાસ્ટિક ખરાબ થઇ જાય છે અને થોડાક સમયમાં બ્રાનું કપડું તેની સોફ્ટનેસ પણ ખોઇ દે છે. નવશેકા પાણીમાં બ્રા ધોવી જોઇએ.